________________
૧૫ર
[ શ્રી વિજ્યપધસૂરિકૃતસર્વાયુ પૂરું થતાં વી. નિ. સં. ૧૫૬ માં દેવતાઈ ઋદ્ધિ પામ્યા. યશોભદ્રસૂરિજીને સ્વર્ગ વાસ. વી. નિ. સં. ૧૪૯ માં થયો છે.
શ્રીધૂલિભદ્રજી મહારાજના જન્મ વિગેરેની બીના નીચે પ્રમાણે જાણવી.
વી. નિસં૦ ૧૧૬ માં જન્મ, અને ૧૪૬ માં દીક્ષા, તથા ૧૭૦ માં યુગ પ્રધાન પદ (આજ સાલમાં શ્રી ભદ્રબાહુ સ્વામી સ્વર્ગવાસ પામ્યા) અને ૨૧૫ માં દેવતાઈ ઋદ્ધિ પામ્યા. આ ઉપરથી ગૃહસ્થ પર્યાય વિગેરેની બીન આ પ્રમાણે તારવી શકાય છે. ગ્રહવાસ વર્ષ–૩૦, વ્રતપર્યાય-૨૪ વર્ષ, યુગપ્રધાન પર્યાય-૪૫ વર્ષ, સર્વાયુ-૯૯ વર્ષ
અહીં અનેક ઐતિહાસિક બનાવોના આધાર ભૂત શ્રીપાટલીપુત્ર નગરની બીના જરૂર યાદ રાખવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી:
અયોધ્યા, પાવાપુરી, ચંપાપુરી વગેરે અનેક પ્રાચીન નગરીઓના ઈતિહાસની માફક પાટલીપુત્ર નગરનો ઈતિહાસ પણ પ્રાચીન અહેવાલથી ભરેલો છે, માટે તેની બીના અનેક શાસ્ત્રોના આધારે આ પ્રમાણે જણાવવામાં આવે છે ?
પ્રાચીન કાળમાં શ્રેણિક મહારાજાનું મરણ થયા બાદ તેમના પુત્ર કેણિક મહારાજાએ પિતાના મરણથી થયેલા શાકને દૂર કરવા માટે ચંપાનગરી વસાવી. ત્યારથી એ કેણિકના રાજ્યની રાજધાની તરીકે પ્રસિદ્ધિ પામી. કેટલાક કાળ વીત્યા બાદ રાજા કેણિકના પુત્ર ઉદાયી ચમ્પાનગરીના રાજા થયા. જેમ કેણિક મહારાજા પિતાના પિતા શ્રેણિકના મરણ બાદ તેમનાં સભાસ્થાને, કીડાસ્થાન વગેરે જોઈને દિલગીર થતા હતા, તેવી રીતે રાજા ઉદાયી પણ પોતાના પિતા રાજા કેણિકના સભાસ્થાન વગેરે જેઈને ઘણું દિલગીર થતા હતા. હૃદયના શોકાદિ અનિષ્ટ પ્રસંગ દૂર કરવાને માટે શાસ્ત્રકારે જણાવેલા ઉપગી અનેક સાધનોમાં સ્થાન પરાવૃત્તિને પણ વિશિષ્ટ સાધન તરીકે જણાવી છે. આ વાત સુજ્ઞ પુરૂષને ધ્યાન બહાર હોઈ શકે જ નહિ. આથી ઉદાયી રાજાએ વિચાર કરીને અને પ્રધાનોની અનુમતિ લઈને પિતાએ કરેલી પ્રવૃત્તિની માફક, નવું નગર વસાવવાને માટે સ્થાનને શોધવા શ્રેષ્ઠ નૈમિત્તિકેને હુકમ કર્યો. તેઓ પણ બીજ બીજા સ્થળે તપાસ કરતાં કરતાં અનુક્રમે ગંગાનદીને કાંઠે આવ્યા. તે જ સ્થળે તેઓ ( નૈમિત્તિકે ) પ્રફુલ્લિત પાટલી ( પાટલા ) નું ઝાડ જોઈને અને તેની સુન્દરતા જોઈને આશ્ચર્ય પામ્યા. તે ઉપરાંત બીજે આશ્ચર્યકારક બનાવ એ જે કે તે ઝાડની શાખા ઉપર એક ચાષપક્ષી મેટું ખુલ્લું રાખીને બેઠું હતું, તેને મેઢામાં સ્વભાવે ઘણું કીડાઓ દાખલ થતા હતા. આ બીના જોઈને તે નેમિત્તિકે એ વિચાર કર્યો કે જેમ આ ચાષપક્ષીના મોઢામાં પિતાની મેળે આવીને કીડાઓ પડે છે તેમ આજ સ્થળે જે નવું નગર વસાવવામાં આવે, તે
૧. નિમિત્તશાસ્ત્ર જાણનાર. તેઓ પ્રાચીનકાળમાં ભૂમિ વિગેરે પદાર્થોની પરીક્ષા કરવામાં હાંશિયાર ગણાતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org