________________
૧૪૮
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતક્રોધના પરિણામે હું તિર્યંચને ભવ પામ્યો હતો. વિગેરે વિચાર કરતાં સુલભબોધી નાગદત્ત કુમારને સંસાર કડવા ઝેરની જેવો લાગે, વૈરાગ્ય ભાવે માતા પિતાદિને સમજાવી શ્રીગુરૂમહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરીને પરમ ઉલ્લાસથી તે નાગદત્ત મુનિવર મહાપ્રભાવશાલી પવિત્ર સંયમની આરાધના કરવા લાગ્યા. તેમને પાછલ ભવ તિર્યચપણને હતો, એટલે તે પાછલા ભવમાં તિર્યંચ હતા, તેથી અહીં તેમને સુધાવેદનીય કર્મ ઉદયમાં આવે છે. આ કારણને લઈને એક પારસી જેવું નાનકડું પચ્ચખાણ તે કરી શકતા નથી. આ અવસરે તેમને શ્રીગુરૂ મહારાજાએ કહ્યું કે હે શિષ્ય ! તમારે બરાબર ક્ષમાગુણ ધારણ કરે. એમ કરવાથી તે સર્વ તપનું ફલ પામી શકીશ. નાગદત્ત મુનિ એ પ્રમાણે વર્તવા લાગ્યા. હંમેશાં તે સવારે જ્યારે એક ગડુક પ્રમાણ ચેખા વાપરે, ત્યારે તેમને સુધાની શાંતિ થાય. આ મુદ્દાથી લોકમાં તે “કૂરગડુક આ નામથી પ્રસિદ્ધ થયા.
આ ગચ્છમાં એકેકથી ચઢીયાતા ચાર મહા તપસ્વી મુનિઓ હતા. તેઓ આ કૂરગડુક મુનિની નિંદા કરતા હતા. ક્ષમાનિધાન આ મુનિ તો એમ જ વિચારે છે કે ધન્ય છે આ તપસ્વિ મુનિવરેને ! હું તેમના પગની રજ છું. હું નિત્ય ખાઉં છું તેથી તેઓ જે કહે છે, તે વ્યાજબી જ છે. અર્થાત્ તેઓ મારી નિંદા કરે છે, એમ મારે ન જ માનવું જોઈએ આ અવસરે શાસનની અધિષ્ઠાયિકા દેવીએ વંદના કરીને કૂરગડુક મુનિવરની પ્રશંસા કરી, અને કહ્યું કે “આ ગચ્છમાં આજથી સાતમે દિવસે એક મુનિને કેવલજ્ઞાન થશે.”
તપસ્વિમુનિઓ–હે દેવિ ! અમને એક બાજુ રાખીને તે આ કુરગડુ સાધુને કેમ વાંવા?
દેવી–“હું ભાવ તપસ્વીને વાંદું છું. ભાવ તપસ્વિપણાના ગુણ સંપૂર્ણ જે હોય તો આ કૂરગડુક મુનિરાજમાં જે જણાય છે. બીજાની નિંદા કરનાર તપસ્વિઓએ સમજવું જોઈએ કે નિંદા કરવાથી તપમાં મલિનતા દોષ લાગે છે ” એમ કહીને દેવી દેવલેકમાં ગઈ.
કૂરગડુક મુનિરાજ સાતમે દિવસે શુદ્ધ આહાર લાવીને શ્રીગુરૂમહારાજને તથા તે તપસ્વિને બતાવતા હતા, ત્યારે તે તપસ્વિઓએ તે આહારમાં બળખા નાખ્યા. આ બનાવ જોઈને કૂરગડુક મુનિજી આ પ્રમાણે પિતાના આત્માની નિદા કરવા લાગ્યા કે હું હંમેશા લગાર પણ તપ અને આ તપસ્વી મુનિવરનું વૈયાવચ્ચ પણ કરી શકતો નથી, માટે મને પ્રમાદિને ધિક્કાર થાઓ, વિગેરે નિર્મલ ભાવથી તે બળખાવાળે આહાર વાપરતાં મુનિરાજ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈને શુકલ ધ્યાનના પ્રતાપે કેવલજ્ઞાન પામ્યા. આ વખતે પેલા ચાર તપસ્વિઓને ખાત્રી થઈ કે આજ મુનિ કૂરગડુક ખરા ભાવતપસ્વી છે, અમે તેવા નથી, એટલે દ્રવ્ય તપસ્વી છીએ. ત્યાર બાદ તે ચારે મુનિવરે પણ પરમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org