________________
દેશનાચિતામણિ ]
શરીરમાં સેળ રેગ ઉત્પન્ન થયા છે. તેની ખાત્રી કરીને સનકુમાર આ પ્રમાણે વિચારવા લાગ્યા કે આ શરીર રોગોનું ઘર છે. સમજુ જને તેના શરીરમાં શા માટે મેહ કરે?
| ઉત્તમ તપશ્ચર્યા કરવાથી શરીર સફલ બને છે. આમ વિચારીને રાજ ગાદી પામ્યાને ૯૯ હજાર વર્ષ થયા બાદ ચક્રવર્તી સનકુમારે શ્રી વિનયંધરસૂરિની પાસે દીક્ષા લીધી, સંયમની સાધનામાં છઠ્ઠ અઠ્ઠમ વિગેરે આકરા તપ કરવા લાગ્યા. પારણામાં કુરીયા વિગેરેને આહાર કરવાથી સનસ્કુમાર મુનિને શરીરમાં સાત વ્યાધિ થયા. વ્યાધિની તીવ્ર વેદના છતાં પણ તેમણે સંયમ સાધવામાં લગાર પણ કચાસ રાખી નહિ. આ જોઈને સૌધર્મેન્દ્ર પણ મુનિની પ્રશંસા કરી. તેમને નરેગ કરવા બે દેવે વૈદ્ય બનીને તેમની પાસે આવી કહેવા લાગ્યા કે આપ કહો તે અમે આપના રોગની દવા કરીએ. જવાબમાં મુનિરાજે જણાવ્યું કે દ્રવ્ય રોગની દવા તે હું પણ કરી શકું છું. એમ કહીને એક આંગળી ઉપર શુંક ચોપડયું. આથી તે સોના જેવી થઈ ગઈ. મારે કર્મની પીડારૂપ ભાવ રોગ મટાડવાની ઈચ્છા છે તેની દવા કરે. આ સાંભળીને દેએ કહ્યું કે અમે ભાવ રેગ મટાડવા અસમર્થ છીએ. મુનિના વખાણ કરીને અને પોતાનું સ્વરૂપ જણાવીને દેવે સ્વર્ગમાં ગયા. એક લાખ વર્ષ સુધી નિર્મલ સંયમની સાધના કરીને સનકુમાર મુનિ સમાધિ મરણે કાલધર્મ પામી ત્રીજા દેવ લેકમાં મહદ્ધિક દેવ થયા. આમાંથી સમજવાનું એ કે સનકુમાર મુનિને નિર્મલ તપ કરવાથી અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી. આના પ્રતાપે તેઓ બાહ્ય રોગ મટાડવાને સમર્થ થયા.
૭ તપમદ–દુનિયામાં મારા જેવી આકરી તપશ્ચર્યા કરનાર બીજે કઈ છે જ નહિ, એમ અભિમાનના તરંગમાં વિચારવું, તે તપમદ કહેવાય. કેટલાએક ખરાબ વિચારે કે જેઓ હૃદયમાં લાંબે વખત રહેવાથી આત્માને દુર્ગતિને અધિકારી બનાવે છે, તેવા વિચારેમાં આ તપમદના વિચારો પણ ગણ્યા છે. આ મદ કરવાથી ગેરલાભ એ થાય છે કે ભવાંતરમાં એક નાની પણ તપશ્ચર્યા થઈ શકતી નથી. આ બાબતમાં મહાસંયમી ક્ષમાગુણી શ્રીકૃરગડુ મુનિરાજની યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. તેઓ સંસારી અવસ્થામાં નાગદત્ત નામના રાજકુંવર હતા. તેમના પિતાજીનું નામ કુંભરાજા હતું. અનુક્રમે જુવાનીના ટાઈમે નાગદત્ત રાજકુંવર એક વખત હેલના ઝરૂખામાં બેઠા હતા, ત્યારે અચાનક પવિત્ર મુનિરાજનાં દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. આમાંથી એક વાત જાણવાની મલે છે કે જાતિસ્મરણ પામવાના અનેક કારણોમાં મુનિના દર્શનને પણ ગણેલું છે. જાતિ
સ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનના ભેદમાં જણાવેલી ધારણુને પ્રકાર છે. પ્રશસ્ત આલંબનની વિચારણામાં જ્યારે તીવ્ર ઉપગ સ્થિરપણે પ્રવર્તે છે, ત્યારે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયા બાદ આવું જ્ઞાન થાય છે. પાછલા સંખ્યાતા ભવની બીના આ જાતિસ્મરણથી જાણી શકાય છે. એટલે એછામાં ઓછા એક બે ભવની બીના જાણી શકાય છે. નાગદત કુમાર જાતિસ્મરણથી એમ જાણે છે કે મેં પાછલા ભવમાં તપમદ કર્યો હતો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org