________________
૧૪૬
[ શ્રી વિજયપારિકૃત
૬. રૂપમદ–રૂપ એટલે શરીરને દેખાવ. પિતાનું શરીર સુંદર દેખાય એ પાછલા ભવની પુણ્યાઈ સમજવી. પણ તે જોઈને અહંકારમાં આવીને એમ વિચારે કે મારા જેવું રૂપ દુનિયામાં કેઈનું છેજ નહિ. આનું નામ રૂપ મદ કહેવાય. સમજુ ભવ્ય જીએ આવા વિચાર નજ કરવા જોઈએ. કારણ કે રૂપની શોભા કાયમ એક સરખી રહેતી જ નથી. આ બીના યથાર્થ સમજવાને માટે શ્રીસનકુમાર ચક્રવત્તિની બીના જાણવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી:
કાંચનપુર નગરમાં વિક્રમશ નામે રાજા હતો. તે અહીંના શેઠ નાગદત્તની સ્ત્રી વિશ્રી ઉપર મેહિત થયે. મહી રાજાએ તેને અંત:પુરમાં દાખલ કરી. આ બનાવ જોઈને બીજી રાણીઓએ ક્રોધે ભરાઈને કામણ કરીને તે (વિષ્ણુશ્રી) ને મારી નાંખી. મેહના ઉછાળાને લઈને રાજા આ મરી ગઈ એમ જાણતું નથી. છેવટે જંગલમાં પડેલા વિષ્ણુ શ્રીના દુર્ગધમય મડદાને જોઈને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. તેને સાધીને તે સનકુમાર દેવલોકમાં દેવ થયે. અહીંના દેવતાઈ સુખોને ભેળવીને આયુષ્ય પૂર્ણ થતાં ચવીને તે (વિક્રમયશનો જીવ) દેવ રત્નપુરમાં જિનધર્મ નામે વણિક થયે. નાગદત્ત મરીને સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયે. પાછલા ભવના દ્વેષને લઈને અગ્નિશર્માએ જિનધર્મ નામના વાણિયાને ઘણું દુઃખ દીધું, છેવટે અહીંથી મરણ પામીને તે વાણિયે સૌધર્મ દેવેલેકમાં ઈદ્ર થયે અને બ્રાહ્મણ મરીને તેનું વાહન ઐરાવણ હાથી થયે.
હસ્તિનાપુરમાં અશ્વસેન રાજાને સહદેવી નામે રાણી હતી, તેની કુક્ષિમાં સૌધર્મે ન્દ્રને જીવ દેવાયુ પૂરું કરી પુત્રપણે ઉપયે. માતાએ ચૌદ સ્વપન જોયાએથી ખાત્રી થઈ કે આ પુત્ર ચક્રવર્તી થશે. જન્મ થયા બાદ અવસરે તેનું સનકુમાર નામ પાડયું. તે મેટી ઉંમરે ઘણું રાજકન્યાઓ પરણ્યા. તેમને જયા નામે સ્ત્રી રત્ન હતું. વોગના પિતાની સાથે યુદ્ધ કરતાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. અવસરે સનકુમારને રાજ્ય સેંપી અશ્વસેન રાજાએ પ્રભુશ્રી ધર્મનાથજી મહારાજની પાસે દીક્ષા લીધી. રાજા સનસ્કુમારને છ ખંડ સાધતાં દશ હજાર વર્ષ જેટલે ટાઈમ લાગે. (બીજા ગ્રંથમાં એક હજાર વર્ષ કહ્યા છે.) તેમની કાયાની ઉંચાઈ સાડીઓગણચાલીસ (૩૯) ધનુષ પ્રમાણ હતી.
આ બાબતમાં સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં ૪૧ ધનુષ્ય કહ્યા છે. સનકુમાર ચક્રવતી ૫૦ હજાર વર્ષ સુધી કુંવરપણે, અને તેટલા જ વર્ષો સુધી મંડલિક રાજાપણે રહ્યા. આ ચક્રવતી મહારૂપવાન હતા. સૌધર્મેન્દ્ર તેની પ્રશંસા કરી. આની ખાત્રી કરવા બે દેવે બ્રાહ્મણનું રૂપ કરી અહીં આવ્યા. તેઓ શરૂઆતમાં રૂપ જોઈને રાજી થયા. અને ચકીની આગળ તેના વખાણ કર્યા. મદમાં આવીને સનતકુમારે કહ્યું કે હું તૈયાર થઈને કચે. રીમાં બેસું, ત્યારે તમે મારૂં રૂપ જેજે. આ વખતે તે બ્રાહ્મણએ રૂપ જોઈને કહ્યું કે, હે રાજન ! પહેલામાં અને અત્યારે લાખ ગુણે રૂપમાં ફરક જણાય છે. અત્યારે તમારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org