SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૧૪૫ ૩ કુલમદ–પિતાને વંશ તે કુલ તેનું અભિમાન કરવું તે કુલમદ. આ મદ ઉપર મરીચિનું દષ્ટાન ભાવના કલ્પલતામાંથી જાણી લેવું ૪ એશ્વર્યમદ–દશાર્ણ નામના દેશમાં દશાર્ણપુર નગરમાં દશાર્ણભદ્ર નામે રાજા પાંચસો સ્ત્રીઓને પતિ હતો. એક વાર નગર બહાર ઉદ્યાનમાં શ્રીવીરપ્રભુ પધાર્યા. તે સંબંધિ વધામણી મળતાં વિચાર થયે કે પૂર્વ કાળમાં કેઈએ પણ જેવી અદ્ધિથી વંદના ન કરી હોય તેવી ઋદ્ધિથી એટલે ઘણું જ અપૂર્વ આડંબરથી મારે શ્રી વીર પ્રભુને વંદના કરવા જવું, આવા ગર્વિષ્ટ વિચારથી બીજે દિવસે હવારે સોનાની રૂપાની ને હાથીદાંતની પાલખીમાં બેઠેલી પાંચસો રાણીઓ વિગેરે પરિવાર તથા સિન્યાદિની સાથે જવાની શરૂઆત કરી. આ પ્રસંગે ૧૮૦૦૦ હાથી, ૨૪૦૦૦ ઘેડા, ૨૧૦૦૦ રથ, એકાણુ ક્રોડ પાયલ, એક હજાર સુખપાલ, અને ૧૬૦૦૦ ધ્વજા એવી મોટી સમૃદ્ધિથી પ્રભુના સમવસરણ પાસે હર્ષ સહિત આવી હાથી પરથી ઉતરી પ્રભુને વંદના કરી. આ વખતે ઈન્દ્ર અવધિજ્ઞાનથી રાજા દશાર્ણભદ્રને ગર્વ જાણ તે ગર્વ ઉતારવાને ઈન્દ્ર પોતે પ્રભુને વંદના કરવા આવ્યો તે વખતે તેણે વૈક્રિયલબ્ધિથી દરેક હાથી ૫૧૨ મુખવાળો એવા ૬૪૦૦૦ હાથી વિકુવ્ય (ર) તે દરેક મુખને ૮-૮ દંતૂશળ, એકેક દંતૂશળની ઉપર ૮-૮ વાવડીઓ, દરેક વાવમાં ૮-૮ કમળ, દરેક કમળને ૮-૮ પત્ર, ને દરેક પત્રની ઉપર બત્રીસ બત્રીસ નાટકે ચાલે છે, ને દરેક કમળના મધ્યભાગની કર્ણિકા ઉપર પિતાનો એકેક હેલ ર, કે જે મહેલના મધ્યભાગે પિતાની ૮-૯ ઈન્દ્રાણીઓ સહિત ઈન્દ્ર પોતે બેઠેલ છે, આ પ્રકારની દૈવી ઋદ્ધિ વિમુવી ઈન્દ્ર વંદના કરવા આવ્યો. તે વખતે દશાર્ણભદ્રને સર્વ અભિમાન નાશ પામે ને તે રાજા વિચાર કરવા લાગ્યો કે ઈન્દ્ર પોતાની દ્ધિથી મને બહુ જ ઝંખવાણે પાડયો માટે હવે જે દ્રવ્ય ત્રાદ્ધિને બદલે દીક્ષા સ્વીકારવા રૂપ ભાવદ્ધિવડે વંદના કરું તે ઈન્દ્રનું શું ચાલશે? એમ વિચારી પ્રતિબધ પામેલા દશાર્ણભદ્ર રાજાએ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. તે વખતે આશ્ચર્ય પામેલા ઈન્દ્ર દશાર્ણ મુનિને નમસ્કાર કરીને કહ્યું કે હે સત્ત્વવંત મુનિ ! ખરેખર તમે આ ચારિત્ર લઈને મને જીત્યો છે, હવે હું આપનાથી સવાયો થવા અસમર્થ છું, હું હાર્યો અને તમે જીત્યા. વિગેરે સ્તુતિ કરી પ્રભુને વંદન કરી ઈન્દ્ર સ્વસ્થાને ગયે ને દશાર્ણભદ્ર મુનિ પણ નિર્મલ સંયમની સાધના કરવાના પ્રતાપે કર્મને નાશ કરી દેશે ગયા. આમાંથી સમજવાનું એ કે એશ્વર્યનો મદ ભવાંતરમાં વિકટ દુઃખોની પરંપરા આપે છે. એમ સમજીને તેનો ત્યાગ કરી ધર્મારાધનમાં જરૂર ઉજમાલ થવું. પ. બલમદ–અભિમાનને વશ થઈને એમ વિચારે કે મારા જેવો બલવાન કોઈ બીજો દુનિયામાં છેજ નહિ. આનું નામ બલમ કહેવાય. આવા વિચારો નજ કરવા જોઈએ. કારણ કે શેરને માથે સવાશેર હોય જ, આ મદની ભાવનાથી રાજા શ્રેણિકને અને વસુભૂતિને વિવિધ પ્રકારની વિપત્તિઓ ભોગવવી પડે છે. એમ વિચારીને બલમદના વિચારે દૂર કરવા અને શ્રીજેનેન્દ્ર ધર્મની નિર્મલ આરાધના કરવામાં બલને સદુપયોગ કરી આત્મહિત સાધવું. એમ કરવામાં જ ખરૂં ડહાપણ અને વિવેકીપણું રહેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy