SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દશના ચિંતામણિ ] Rટ બાગમાં યક્ષના મન્દિરમાં કાઉસ્સગ્ય ધ્યાને ઉભા છે ત્યાં રમવા માટે આવેલી રાપુરી અને તેની સખીઓ યક્ષને નમીને વરને આલિંગન કરવાની રમતના હાને સર્વે મંદિરના સ્તંભે વળગી. તે વખતે રાજપુત્રી કાઉસ્સગ્નમાં ઉભેલા મુનિને વળગી અને આ થરને હું વરી એમ કહીને થોડીવારમાં બરાબર જોયું તો કદરૂપા ને કાળા મુનિને દેખ્યા તેથી શું શું કરીને તિરસ્કાર કરવા લાગી, જેથી યક્ષે મુનિના અપમાનની શિક્ષા તરીકે તે કુંવરીનું મેટું વાંકુ કરી કદ્રપુ બનાવી તંભિત કરી દીધી. રાજાને જાણ થતાં અને યક્ષને વિનંતિ કરતાં કુંવરી મુનિને પતિ તરીકે સ્વીકારે તે જ છડું એમ કહેવાથી રાજા વિગેરે સંબંધિઓએ કબૂલ કરતાં કુંવરી તે રાત્રે તેજ ચૈત્યમાં રહી. ત્યાં મુનિને તે કુંવરીએ અનુકુળ ઉપસગ કર્યા છતાં મુનિ ચલાયમાન ન થયા ને યક્ષે ક્ષણમાં યક્ષરૂપ ને ક્ષણમાં મુનિરૂપ દેખાડી બહુ વિટંબના કરી, પર્યતે આ મુનિ તને ઈચછતા નથી એમ યક્ષે સ્પષ્ટ કહેવાથી ઘેર આવીને રાજાએ બ્રાહ્મણની સંમતિથી પુરોહિતને પરણાવી. એકવાર એ પુરોહિતે મોટો યજ્ઞ આરંભ્યા તે વખતે તે બળ મુનિ અથવા હરિકેશી નામના ચંડાલ કુળમાં ઉત્પન્ન થવાથી તે હરિકેશી મુનિ યજ્ઞ વાડીમાં આવતાં બ્રાહ્મણે તેને બહુ તિરસ્કાર કરી મારવા જાય છે. તે વખતે પુરોહિતની પત્ની રાજકુંવરીએ સર્વને એ મુનિના ઉત્તમ ગુણેની પ્રશંસા કરીને મારતાં અટકાવ્યા. આ વખતે મુનિની સાથે રહેતા યક્ષે માથા આવનારા બ્રાહ્મણોને પોતે આકાશમાં ઘણાં રૂપો વિકુવી લેહી વમતા કર્યા. તે વખતેં પુહિતની પત્નીના વચનથી યજ્ઞાચાર્ય મુનિ પાસે પોતાના અપરાધની ઘણી વાર કરગરીને માફી માગતાં સર્વને સ્વસ્થ કર્યો ને તેઓએ મુનિને યજ્ઞમાં કરેલ અશન પાન વિગેરે વહેરાવ્યા. ને મુનિએ માસક્ષપણનું પારણું કર્યું. તે વખતે દેવે પંચ દિવ્ય પ્રગટ કર્યો, અને મુનિના ઉપદેશથી એ સર્વ બ્રાહ્મણે પ્રતિબોધ પામી જનધમી થયા. શ્રીહરિકેશ મુનિ પણ અનુક્રમે કર્મક્ષય કરી મોક્ષપદ પામ્યા. આ દષ્ટાન્તમાંથી સમજવાનું એ કે પૂર્વ ભવમાં પુરોહિતના પુત્ર દીક્ષા લેવા છતાં જાતિને અભિમાન કર્યો માટે હરિકેશી નામના ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા. એ જાતિમદ અભિમાનનું ફળ જાણવું. ૨ સ્ત્રમ–અહો ! મને આટલી ઋદ્ધિ સિદ્ધિ મળી છે, બીજાઓ ઋદ્ધિ મેળવવા માટે ઘણુંએ ફાંફાં મારે છે પણ તેમને મળતી નથી, માટે હું બધામાં ચઢીયાતો છું. વળી બીજી પણ અધિક ઋદ્ધિ મેળવવી મારે માટે સહેલ છે, હું જે ઈચ્છું તે મેળવી શકું એવું મારું બળ સામર્થ્ય છે. આવા પ્રકારનું અભિમાન કરવું તે લાભ મદ કહેવાય. આ લાભ મદ સુભમ નામના આઠમા ચકવતીએ કર્યો હતે. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી વાણારસી નગરીમાં છ ખંડના અધિપતિ સુભૂમ નામના આઠમા ચક્રવર્તી રાજા રાજ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy