________________
દેશનચિંતામણિ ]
૧૩૬ સંસારમાં જીવે બેકડાની જેમ મે મે એટલે મારું મારૂં' એમ બોલ્યા કરે છે, એમ જણાવે છે – ધન ગેહ મારા પુત્ર નારી એમ મનમાં માનતા,
અજ્ઞાનથી સંસારી જન બહુ આપદાને પામતા; ઝાંઝવાના નીર જેવા ભવ તણા સુખમાં ધરે,
આનંદ માયા જાલ ભવમાં બુધતણું મન કિમ ઠરે. ૧૮૩ અર્થ:--આ ધન મારૂં છે, આ ઘર મારું છે, આ પુત્ર મારે છે, આ સ્ત્રી મારી છે એમ સંસારી જીવો પોતાના મનમાં માન્યા કરે છે અને બીજાની આગળ કહે છે. અને આ મારાપણાની ખોટી માન્યતાને લીધે ઘણી આપદા એટલે દુખ ભોગવે છે. ધનને તથા ઘરને સાચવવાની પીડામાં, તથા પુત્ર અને સ્ત્રી માટે ધન કમાવવામાં વગેરેમાં ઘણાં પ્રકારનાં દુઃખો ભોગવે છે. તેઓ ઝાંઝવાના નીરના જેવા આ સંસારના સુખમાં આનંદ માને છે, કારણ કે ખરૂં સુખ કયું છે? તેની સમજણ નહિ હોવાથી દુઃખને પણ સુખ માને છે. જેમ રણની અંદર ચારે તરફ સૂરજના આકરા તડકાને લઈને સખત તાપ લાગે છે તેથી ઘણું તરસ લાગે છે ત્યારે વનનાં હરણિયાને ચારે તરફ પાણી નહિ છતાં પાણી જેવો આભાસ દેખાય છે અને ત્યાં પાણી છે એમ જાણો તેની પાછળ પાછળ દોડયાં કરે છે પરંતુ પાણી તો છેટેનું છેટે રહે છે, કારણ કે ત્યાં ખરૂં પાણી હતું જ નથી. આને ઝાંઝવાનાં જળ અથવા મૃગતૃષ્ણિકા કહે છે. પરંતુ પાણી નહિ મળવાથી જેમ તે હરણાં નિરાશ થાય છે તેમ આ સંસાર કે જ્યાં ખરું સુખ છે જ નહિ તેની અંદર સુખને માટે ફાંફાં મારવાં નકામાં છે, એમ જાણવું. વળી કપટ જાળ સમાન આ સંસારમાં પંડિત મનુષ્યનું મન કયાંથી શાંતિ પામે ? અથવા શાંતિને પામતું નથી. ૧૮૩
ખરાબ ઘરના જે સંસાર છે, એમ કહે છે – સંસાર ઘરમાં કામ રિપુ ગુણ ભૂમિને નિત ખેદ,
પરિણતિ અશુભ પાડેશને કજીઓ નિરંતર ચાલતે મદ સર્પ કેરા રાફડા વસનારને ભયભીત કરે,
સંસાર એહ ખરાબ ઘરના જેહવે જાણે ખરે. ૧૮૪ અર્થ–આ સંસાર રૂપી ઘરમાં કામરિપુ એટલે વિષયભોગ રૂપી શત્રુ આત્માના ગુણ રૂપી પૃથ્વીને હંમેશાં બધાં કરે છે. એટલે જે વિષયાસક્ત થએલા હોય છે તેમના ગુણે નાશ પામતા જાય છે. અશુભ પરિણતિ એટલે પરિણામ રૂપી પાડશો હંમેશાં કજીઓ અથવા ઝગડે ચાલ્યા કરે છે. વળી આઠ પ્રકારના મદ રૂપી સર્પના રાફડો ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org