________________
૧૩૫
દેશનાચિતામણિ ] દષ્ટાંત પૂરું થયું તેમાંથી સાર એ લે કે જેમ સંન્યાસીને ખાટી છાસની ઘેંસ ખાતાં ખેદ થયે, તેમ આ સંસાર પણ ખાટી છાસ જેવો જાણ. જે મોટી મોટી આશાઓ બાંધી સંસારમાં આસક્તિ રાખે છે તેમને આખરે સન્યાસીની જેમ ખેદ કરવો પડે છે. ૧૭૮ : સંસાર ઝેરી ઝાડના જેવો છે, એમ બે શ્લોકમાં જણાવે છે કે આ સંસાર ઝેરી ઝાડ જે જેમ છાયાદિક ત્રણે,
હાય વૃક્ષે તેમ સંસારે જણાયે તે ત્રણે; ", દ્રવ્ય આશા છાંયડી જે વિષમ મૂચ્છને કરે,
સ્ત્રી વિલાસો પુપરસ ફળ દુઃખ દુર્ગતિનાં ખરે. ૧૭૯ ' અર્થ–આ સંસાર ઝેરી ઝાડના જે કહ્યો છે. જેમ ઝાડને છાયાદિક એટલે છાંયડો વગેરે ત્રણ વાનાં હોય છે તેમ તે ત્રણે વાનાં સંસારમાં પણ હોય છે. તે આવી રીતે –જેમ ઝાડને છાંયડે છે તેમ આ સંસાર રૂપી ઝાડને આશા એટલે નવીન નવીન અભિલાષા રૂપી છાંયડે છે. જે આશાને લઈને વિષમ એટલે દુઃખદાયી મૂછ અથવા મમત્વ થાય છે. વળી જેમ વૃક્ષને પુછ્યું હોય છે તેમ આ સંસાર રૂપી વૃક્ષના સ્ત્રીના વિલાસો એટલે હાવભાવ વગેરે રૂપી પુષ્પ રસ જાણુ. તથા ઝાડને ફળ હોય છે તેમ આ સંસારરૂપી વૃક્ષનાં દુર્ગતિ એટલે નરક વગેરે દુર્ગતિઓનાં જે દુખો તે રૂપી ખરાબ ફળ જાણવાં. ૧૭૯ સદ્દબુદ્ધિને ધરનાર જીવ છાયા વિષે પણ તેહના,
શું રહે? દષ્ટાન લેશો ના કદી પણ મૂર્ખના હાય હાનિ વિષતરૂના સેવને સંસારના,
સેવને પણ તેમ થિર સુખ ત્યાગમાં સંસારના. ૧૮૦ • અર્થ –આવા ભયંકર સંસારરૂપી વૃક્ષના છાંયડામાં પણ સદબુદ્ધિ એટલે સારી બુદ્ધિના ધરનાર ભવ્ય છે શું કદાપિ પણ રહે? અર્થાત્ ન જ રહે. હે ભવ્ય છે ! તમારે મોહિત મૂર્ણ જીવના દષ્ટાંત લેવાં નહિ. એટલે મૂર્ખ મનુષ્યની પેઠે આચરણ કરવું નહિ. કારણ કે જેમ વિષવૃક્ષનું સેવન એટલે આશ્રય કરવાથી નુકસાન થાય છે તેમ સંસાર રૂપી વૃક્ષનું સેવન કરવાથી પણ આત્માને નુકસાન થાય છે, માટે સંસારને ત્યાગ કરવામાં જ થિર સુખ એટલે કાયમ રહેનારૂં મેક્ષરૂપી સુખ રહેલું છે એમ સમજવું. ૧૮૦
સંસારની બાબતમાં તેને કેદખાના જેવો જણાવે છે | સ્નેહનારીને નિગડના જેહ સંસારમાં,
સ્વજન સુભ સમા દ્રવિણ બંધન સમું સંસારમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org