________________
૧૩૪
શ્રી વિજ્યપદ્ધતિજેનાં મન બાળી રહ્યો છે. વળી તે ચારે બાજુ અપકીર્તિ એટલે અપજશ રૂપી રાખ ધારણ કરે છે. આ પ્રમાણે મશાનમાં જેમ ગીધ પક્ષિય, શિયાળ, ઘુવડ, અગ્નિ અને રાખ હોય છે તેમ આ સંસારમાં પણ, ક્રોધ રૂપી ગીધે, અરતિ રૂપી શિયાલ, કામદેવ રૂપી ઘુવડ, શેક રૂપી અગ્નિ અને અપકીર્તિ રૂપી રાખ છે. માટે આ સંસાર ફમશાન ભૂમિના જેવો છે એવું વિચારીને હે ભવ્ય જીવ ! તમે ધર્મની સાધના કરવામાં લગાર પણ ઢીલ (વિલંબ) કરશે નહિ એટલે ધર્મ કાર્યમાં પ્રમાદી બનશે નહિ. ૧૭૭
- સંસાર મસાણયા લાડવા જે તથા ખાટી છાશના ભજન જેવો છે એમ દષ્ટાંત દઈને સમજાવે છે – શમશાન કેરા લાડવાની જેહ સંસાર આ,
શો સ્વાદ? તેમાં બહુ વિચારે છેડનાર તરી ગયા; તેમ ખાટી છાશ જેવો ભવ દીએ તે ખેદને,
આ સાંભળો દ્વાદશ તિલક કરનારના દૃષ્ટાંતને. ૧૭૮ | અર્થ –વળી આ સંસાર સ્મશાનના લાડવા સરખે છે, જેમ સ્મશાનના લાડવામાં સ્વાદ નથી તેમ આ સંસારમાં પણ સ્વાદ એટલે સુખ નથી, માટે સંસારને મસાણીયા લાડુની ઉપમા આપી છે. માટે તમે આ બાબતને ઘણે ઉડે વિચાર કરજે. જેઓએ આ સંસારનો ત્યાગ કર્યો છે, એટલે ચારિત્ર લઈને બરોબર રીતે તેનું પાલન કર્યું છે તેઓ આ સંસારને તરી ગયા છે. વળી આ સંસાર ખાટી થ્રેસના જે છે કારણ કે તે ખાવાથી જેમ ખેદ થાય છે તેમ આ સંસાર પણ ખેદ આપે છે. તેના ઉપર બાર તિલક કરનારનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું –એક વખત એક ગામમાં એક સન્યાસી આવ્યો હતો. તેને તપસ્યાના પારણે ઘણું માણસો આદર સત્કાર કરીને જમવાનું આમંત્રણ આપતા હતા. તે સર્વને ત્યાં કપાળમાં તિલક વગેરે શાભા કરી જમવા જતો, ને લાડુ આદિ મિષ્ટાન ઉડાવતો હતો. તે સન્યાસી પાસે એક કુંભાર પણ વારંવાર આવતો હતે. તે કુંભાર સન્યાસીને મેટો ભક્ત બન્યું હતું. તેણે પણ એક વખત સન્યાસીને પિતાને ઘેર જમવા આવવા માટે આમંત્રણ આપ્યું. સંન્યાસીએ પણ કુંભાર પિતાને પરમ ભક્ત છે અને સારું જમવાનું મળશે એવી આશાએ આમંત્રણ કબૂલ રાખ્યું. જમવા જતી વખતે તેણે પોતાના કપાળમાં હંમેશ કરતા વધારે બાર તિલક ક્ય, કુંભારને ત્યાં જઈને તે જમવા બેઠે. ત્યારે કુંભારે ખાટી છાસની ઘેંસ પીરસી, તે ઘેંસ ઘણું ખાટી હતી એટલે જેવી ખાધી કે તરત સંન્યાસીને પસ્તાવો થયા. પછી જેમ જેમ ખાતે ગયે તેમ તેમ એક એક તિલક ભૂંસતે ગયો. આ જોઈને કુંભારે પૂછયું કે મહારાજ આમ કેમ કરે છો ? ત્યારે સંન્યાસીએ કહ્યું કે ભાઈ “ઈસ જોજન પર બાર તિલક” હું તે મોટા મિષ્ટાન્નની આશાએ અહીં આવ્યું, અને તેને બદલે મને ખાટી છાસની ઘૂસ મળી. અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org