________________
હલકી કોટીને પુરૂષ હોય, તેઓ બંને ભવને બગાડે છે, એટલે તેમને હોય સુખની ઈચ્છા-કારણ કે દુઃખને કઈ ચાહે જ નહિ, છતાં પણ અજ્ઞાનાદિ દોષને લઈને સુખ શાથી મળે? આ પ્રશ્નનો ખુલાસો મેળવી શકતા નથી. આવા જીવોમાં વિલક્ષણતા એ દેખાય છે કે-સંયમ તપશ્ચર્યા દાનશીલ પૂજા વિગેરે ગુણે છે કે સુખને આપે છે, છતાં આ અધમતમ પુરૂ બીન સમજણ વિગેરે કારણથી તે ગુણોને “દુઃખને આપનારા છે” એમ માનીને સેવતા નથી અને જરૂર દુઃખને આપનારા એવા વિષય કષાયાદિને “આ સુખના કારણ છે ” એમ માનીને સેવે છે. આથી વસ્તુસ્થિતિ એ બને છે કે તેઓ શાંતિમય જીવનને પામતા નથી અને અશાંતિમય જીવન ગુજારે છે. અને માનવ જીવનનું ધ્યેય તદ્દન ભૂલી જાય છે. વળી એ વાત તદન નજ ભૂલવી જોઈએ કે (૧) વાસ્તવિક સુખનું સ્વરૂપ શું છે ? (૨) પોતે જેને સુખદાયી માને છે, તે માન્યતા વ્યાજબી છે કે ગેરવ્યાજબી? (૩) ખરા સ્થિર અને દુ:ખની સાથે નહિ ભળનારા સુખના ખરા કારણે કયા કયા છે ? હિતેચ્છુ ભવ્ય જીવોએ આ ત્રણ પ્રશ્નોને સ્પષ્ટ અને નિર્દોષ જવાબ સ્વયં પ્રજ્ઞાથી પોતે મેળવવો જોઈએ, અથવા સ્વયંપ્રજ્ઞાવાળા મહા પુરૂષોની પાસેથી મેળવે જોઈએ. અને ત્યાર બાદ સાત્વિક પ્રવૃત્તિ કરનારા જીવ તલભાર પણ દુ:ખને પામતા નથી, અને પિતાના જીવનનું મુખ્ય ધ્યેય પણ જાળવી શકે છે. અને અધમતમ પુરૂષોની પ્રવૃત્તિ આથી વિપરીત હોય છે, એટલે તેઓ વિષય કષાયાદિના ફંદમાં ફસાય છે, તેથી તેઓ જેમ ચાલુ ભવ બગાડે છે, તેવી રીતે હવે પછી મરીને જે ભવમાં તેમને જવાનું હોય, તે પરભવમાં પણ “વાવે તેવું લણે, અને કરે તેવું પામે” આ કહેવત પ્રમાણે પાછલા ભવમાં બાંધેલા ચીકણું કર્મોને
જ્યારે ઉદય થાય, ત્યારે રીબાઈ રીબાઈને અનિચ્છાએ (મરજી વિના) પણ લાંબા કાલ સુધી દુર્ગતિના દુઃખો ભેગવે છે. ભવભીરૂ જનેને આવી બીના ઉન્મા ગમનથી બચવા માટે સાધનભૂત નીવડે છે.
(૨) “આ ભવ મીઠા પરભવ કેણે દીઠા” આવી વિચારણાવાળા અધમ પુરૂષ પ૨ - લોકને માનતા નથી. પરંતુ “પરલોક છે જ ” એમ સચોટ સમજવાને માટે તેઓએ આ પ્રમાણે જરૂર વિચારવું જ જોઈએ કે (૧) જો કે તરત જ નાને બાલક સ્તનપાન કરવા (ધાવવા ) મંડી જાય છે, તેનું શું કારણ ?
ઉત્તર--પાછલા ભવના સંસ્કારને લઈને જ તે બાલક તેવી પ્રવૃત્તિ કરે છે. (૨) પ્રભુ શ્રી તીર્થકર દેવ જન્મ, ત્યારે તેમના પુણ્યરૂપી લેહચુંબકથી ખેંચાઈને મહદ્ધિક ઈદ્ર વિગેરે દેવો અહીં તથા મેરૂ પર્વતની ઉપર અપૂર્વ ઉલ્લાસથી ભક્તિ કરે છે. આવું પુણ્ય પ્રભુદેવે પાછલા ભવમાં બાંધ્યું હતું એમ માની શકાય. કારણ કે અહીં તો હજુ હમણાં જ જમ્યા છે. તેથી તે કઈ રીતે બાંધી શકે ? એટલે નજ બાંધી શકે, (૩) મૌન એકાદશીના વ્યાખ્યાનમાં જણાવેલા સુવતશેઠ શ્રીધર્મ ઘોષ ગુરૂ મહારાજની વૈરાગ્યમય દેશના સાંભળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org