________________
૧૩ર
( શ્રી વિજય પવરિતહિત શિખામણ સાંભળીને ભવ્ય જન બળીયા થતા,
મેહ નૃપને ચરણ કેરા શરણથી જ હરાવતા. ૧૭૩ અર્થ–આ મેહ રાજા નરકાદિ ગતિઓમાં એટલે નરક, તિર્યંચ વગેરે દુઃખદાયી ગતિઓમાં ઘણું એને નાખે છે. એટલે મેહને વશ થએલા જ નરક વગેરે અશુભ ગતિઓમાં જાય છે અને ત્યાં અનેક દુઃખને ભગવે છે. વળી તે મહરાજા નિગોદમાં અનન્ત દુઃખને ઘણુ સમય સુધી આપે છે. એટલે મોહને વશ થનારા જીવો નિગદનાં જન્મ મરણ રૂપ મહા ભયંકર દુઃખ ભોગવે છે. આવા પ્રકારની આત્માને હિત કરનારી શિખામણ સાંભળીને જે ભવ્ય જેને કે જેમને ઉદ્ધાર નજીકમાં જ થવાનું છે તેવા જ
જીવો ધર્મમાં બળવાન થાય છે એટલે પિતાને પ્રમાદ છોડીને મહિને ઓછો કરીને હર્ષથી નિર્મલ ધર્મની સાધના કરે છે. અને ચારિત્ર રાજાનું શરણ લઈને મેહ રાજાને હરાવે છે. એટલે મેહ રાજાને ઠંડાગાર કરી દે છે. ૧૭૩
સર્વ કર્મોમાં મેહની મુખ્યતા જણાવે છે – અશુભ હેતુ સેવનારા જીવને એ કનડતે,
શેષ કમેને વળી ઉત્સાહથી ઉશ્કેરતે આઠ કમે માંહિ મેટો મોહ ત્યાં મિથ્યાત્વની,
મુખ્યતા વળી જાણવી તેની કહી છે સ્થિતિ ઘણી. ૧૭૪ અર્થ –આ મેહ રાજા જે અશુભ હેતુને એટલે આત્માને અહિતકારી આચરણને સેવનારા હોય છે તેવા જીવોને જ કનડે છે એટલે દુઃખ આપે છે. એટલું જ નહિ પરંતુ જ્ઞાનાવરણીય વિગેરે બીજા કર્મોને પણ ઉત્સાહથી એટલે સહાય આપીને એ મેહરાજા ઉશ્કેરે છે એટલે મેહને અનુસારે બીજા કર્મોને પણ ઓછો વત્તો ઉદય થાય છે. આઠ કર્મોનાં નામ આ પ્રમાણે-(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય, આ આઠ કર્મોમાં મેહનીય કર્મ સૌથી મોટું છે, કારણ કે જ્યાં સુધી મેહનીયને ઉદય બંધ પડતો નથી ત્યાં સુધી બીજા કર્મોના ઉદય પણ બંધ પડતા નથી. તે મેહનીય કર્મના અઠ્ઠાવીસ ભેદ છે તેમાં મિથ્યાત્વ મેહનીય કર્મ મુખ્ય છે. કારણ કે તે મેહ રાજાને સૌથી સેટે સુભટ છે, અને તેની સ્થિતિ સૌથી વધારે એટલે સીત્તેર કડાકડી સાગરોપમ પ્રમાણ છે. તેના જેટલી બીજા કોઈ કર્મની સ્થિતિ નથી. કારણ કે બીજા કર્મોમાં નામ ગોત્રની ૨૦ કેડા કેડી સાગરોપમની સ્થિતિ છે તથા જ્ઞાના દર્શનાર વેદનીય અને અંતરાયની ૩૦ કોડા કેડી સાગરેપમની સ્થિતિ કહી છે. અને આયુષ્યની તેત્રીસ સાગરોપમની સ્થિતિ જણાવી છે. ૧૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org