SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ [ શ્રી વિજયપરિકૃત ચળકાટ કરશે. વળી પાર વિનાનાં સેના વગેરેનાં ઘરેણું પણ મારા ચમકતા મહેલમાં ઘણા શોભી ઉઠશે. વળી ચીનાંશુ એટલે ઉત્તમ પ્રકારના રેશમી વસ્ત્રો, તેમજ ઉપવને એટલે બગીચાઓ, રથ, ઘેડા, તથા મેટર વિગેરે ઉત્તમ વાહનેને સમુદાય, તથા પદાતિ એટલે પગે ચાલનાર સેવકોને સમૂહ મને ઘણો જ આનંદ પમાડશે ૧૭૦ મુજ ચરણમાં ભૂપ નમશે રાજ્યની મેટાઈથી, હું થઈશ ભૂપાલ મેટે તિમ રસાયણ યોગથી રંગે જરાદિકથી રહિત કાયા બનાવી કરણના, ! સુખ ભોગવીશ લહીશ ગણને વિનયી સુંદર તનયના. ૧૭૧ અર્થ –મારું રાજ્ય ઘણું મોટું હોવાથી રાજ્યની વિશાળતા જોઈને બીજા રાજાઓ મારા ચરણમાં નમશે. એટલે બીજા રાજાઓ પણ મારી સેવા કરશે. વળી રાજ્યની મોટાઈથી હું મોટે ભૂપાલ એટલે સવે રાજાઓમાં મોટે રાજા થઈશ. વળી રસાયણયુગથી એટલે નવા નવા પ્રકારની પુષ્ટિદાયક દવાઓના સેવનથી મારું શરીર જરાદિક એટલે ઘડપણ વગેરેથી રહિત લષ્ટ પુષ્ટ બનાવીશ. અને એવા મજબૂત બાંધાવાળા શરીર વડે હું કરણના એટલે પાંચે ઈન્દ્રિયના વિષય સુખો ભેગવીશ. તથા હું વિનયવાન અને સુંદર પુત્રોના સમૂહને પામીશ. એટલે હું ઘણા પુત્ર પુત્રીઓ આદિ મોટા પરિવારવાળો થઈશ. ૧૭૧ વિષેની બીના પૂરી કરીને ચારિત્ર રાજા સંસારી જીવોને હિતશિક્ષા આપે છે – શેખચલ્લીના મનોરથ મોહ ભૂપ કરાવતે, આત્મહિત શું એહથી ઈમ ચરણ ભૂપ જણાવતે; ચરણ કેરી સાધનાથી શાશ્વતાં સુખ પામીએ, મોહના પડખે રહીને આત્મહિત ન બગાડીએ. ૧૭૨ અથ–આવા આવા ઘણા પ્રકારના શેખચલ્લીન જેવા મનેરો મેહ રાજ કરાવે છે. આવા આવા વિચારેથી હે ભવ્ય જી! તમારું આત્મહિત (ભલું) થવાનું છે? એમ ચારિત્ર રાજા મેહમાં ફસાયેલા જીને સમજાવે છે. વળી કહે છે કે–જે તમે ચારિત્રની આરાધના કરશે તે તેથી મોક્ષનાં શાશ્વત સુખ પામશે. પરંતુ તમે દુષ્ટ મોહના પડખે રહીને એટલે મેહને વશ થઈને તમારા પિતાના આત્માનું હિત બગાડશે નહિ. અહીં શેખચલ્લીનું દષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે જાણવું– કેઈ બ્રાહ્મણ બહુ ગરીબ હતું. તેથી તે પિતે ભિક્ષા વૃત્તિથી લોટ વિગેરે માગી લાવીને પિતાની આજીવિકા ચલાવતું હતું. એક દિવસ કેઈ સારા નગરમાં ભિક્ષા માગવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy