________________
૧૨૯
પરણીશ હું બહુ રમણીને રૂપે ભુવનને જીતશે,
તેઓ કલા ચાતુર્ય દર્શાવી બૃહસ્પતિ જીતશે; ખુશ કરશે વિબુધ જનના ચિત્તને વિજ્ઞાનથી,
તે સ્ત્રીઓનો હૃદય વલ્લભ હું થઈશ અતિ રંગથી. ૧૬૮ અર્થ–રૂપમાં ત્રણ ભુવનને જીતનારી એટલે ત્રણ ભુવનમાં અતિ સુંદર સ્વરૂપવાળી ઘણી સ્ત્રીઓને હું પરણીશ. કે જે સ્ત્રીઓ કલાની ચતુરાઈ દેખાડીને બહસ્પતિ (દેવના ગુરૂ) ને પણ જીતશે. તથા પોતાના વિજ્ઞાનથી એટલે વિશેષ પ્રકારના જ્ઞાનથી પંડિત પુરૂ
ના ચિત્તને પણ ખૂશ કરશે. એવી સુંદર રૂપવાળી, કલા ચતુરાઈવાળી અને વિજ્ઞાનવાળી સ્ત્રીઓને હું ઘણું આનંદથી હૃદયવલ્લભ થઈશ એટલે પતિ થઈશ. તે મેહિત આવા સંક૯પ મેહના ઉછાળાને લઈને કરે છે. ૧૬૮ સહશે ન પરનર ગંધ પણ તરછોડશે ના આણને,
| મારી રમાઓ આપશે નિત ચિત્તના આનંદને, હરણ કરશે ચિત્તનું નાના વિલાસ બતાવીને,
પામીશ હું શુચિ દક્ષ સેવા કુશલ ગણી પરિવારને. ૧૬૯, અર્થ–વલી આ મારી રમા એટલે સ્ત્રીઓ પર પુરૂષની ગંધને પણ સહન કરશે નહિ એટલે મારી સ્ત્રીઓ મારા સિવાય બીજા કેઈ પર પુરૂષ તરફ જોશે પણ નહિ. અને તેઓ મારી આજ્ઞાને પણ તરછોડશે નહિ એટલે તેઓને હું જે પ્રમાણે કહીશ તે પ્રમાણે વર્તશે. વળી તે મારી સ્ત્રીઓ હંમેશાં મારા મનને આનંદ આપશે. તેમજ તેઓ જુદા જુદા પ્રકારના વિલાસ એટલે કામક્રીડાના પ્રકાર જણાવીને મારા ચિત્તનું હરણ કરશે. વળી હું શુચિ એટલે પવિત્ર, દક્ષ એટલે ચતુર અને સેવા કુશળ એટલે મારી બરદાસ કરવામાં અતિ નિપુણ અને ગુણવાન એવા પરિવારને મેળવીશ. એમ પણ વિચારે છે. ૧૬૯
વર મહેલ મહાર ચમકશે ત્યાં રાશિ સુંદર રત્નને, * કનકાદિ અગણિત શોભશે મુજ મહેલમાં આભૂષણે 1 ઉપજાવશે આનંદ ચીનાંશુ પ્રમુખ તિમ ઉપવન,
સમુદાય રથ અધાદિને મારે સમૂહ પદાતિને ૧૭૦ અથ–મારા ઉત્તમ મહેલ એટલે બંગલાઓ ચળકશે, જેથી દેખનારા બીજા લેક તે જોઇને અંજાઈ જશે. તે મહેલમાં સારા સારા હીરા માણેક વગેરે રત્નના સમૂહ
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org