________________
૧૨૮
[[ બી વિજ્યપધસૂરિકૃતખલાસ થઈ જાય છે ત્યારે પિતાના હૃદયમાં તે ઘણે મુંઝાયા કરે છે. અને કામ એટલે વિષયભેગરૂપી તાવના સંતાપથી પીડાયા કરે છે. એટલે આ વિષયભેગેની સામગ્રી મળવા છતાં હું તે જોગવી શકતા નથી એમ મનમાં બન્યા કરે છે. વળી રોગાદિ નિમિત્તે થયેલ ખર્ચનું જ્યારે દેવું વધી જાય છે ત્યારે લેણદારની ઉઘરાણી થતાં ધન નહિ હોવાથી રીબાયા કરે છે. વળી કોઈક પ્રસંગે લકે પણ પિતાના મુખથી અપયશનાં વચને બેલે છે અથવા સંભળાવે છે. ૧૬૫
મેહ કેવા પાપ કરાવે છે? તે જણાવે છે-- ઇષ્ટ પુત્રાદિક વિયોગે તિમ અનિષ્ટ જ્વરાદિની.
પીડા પ્રસંગે ખેદ પામે આ નિશાની મેહની; મિથ્યાત્વના ઉન્માદને સંતાપ જાગે મહિને,
ધર્મ સાધનમાં ધરે તે તીવ્ર અરૂચિ ભાવને. ૧૬૬ અર્થ–મેહને વશ પડેલા સંસારી જીવ પિતાના વ્હાલા દીકરા, દીકરી, સ્ત્રી વગેરે વિગ થાય તેવા પ્રસંગે, તેમજ પિતાને વ્હાલા ન લાગે એવા નવરાદિક એટલે તાવ વગેરેની પીડાના પ્રસંગે ખેદ પામે એટલે શેક કરે તે મેહનીય કર્મની નિશાની જાણવી. કારણ કે મેહનીયના ઉછાળાને લીધે જ એક પ્રિય અને બીજું અપ્રિય લાગે છે. એટલે એક વસ્તુ ઉપર રાગ અને એક વસ્તુ ઉપર દ્વેષ થાય છે. મેહી જીવોને એટલે મેહનીય કર્મના ઉદયવાળા જીવને મિથ્યાત્વના એટલે સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપર અશ્રદ્ધા કરાવનાર મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયથી ઉન્માદને એટલે એકમાં રાગ અને એકમાં દ્વેષ રૂપી ઘેલછાનો સંતાપ જાગે છે એટલે ઉત્પન્ન થાય છે જેથી કરીને ધર્મની સાધના કરવામાં પણ તેને અત્યન્ત અરૂચિ એટલે અપ્રીતિ ઉત્પન્ન થાય છે. ૧૬૬
મહારાજાના જુલ્મ જણાવીને તેથી થતા રૌદ્ર વિકલ્પ પાંચ લોકમાં જણાવે છે – ઉંચ કોટીને છતાં સેવે અપચ્ચે સ્નેહથી,
મેહ કેરા એહ જુલ્મ ના ઠગાશે એહથી; / આ મહ ભવિજનના હૃદયમાં વૈદ્ર ભૂરિ વિકલ્પને,
પ્રકટાવતે ઈમ જેહથી તેઓ કહે ના શાંતિને ૧૬૭ અર્થ –ઉંચકેટિના એટલે ઉત્તમ કુલના હોવા છતાં પણ સ્નેહથી અપચ્ચ એટલે પિતાને અહિતકર પદાર્થોનું સેવન કરે છે. આ બધા મેહનીય કર્મના જુલ્મ છે, એમ જાણીને હે ભવ્ય છે ! તમે એ મેહનીય કર્મથી ઠગાશે નહિ. વળી આ મેહનીય કર્મ ભવ્ય જીવોના હૃદયમાં પણ ઘણા પ્રકારના ભયંકર સંક૯૫ વિક ઉત્પન્ન કરે છે. જેથી કરીને તે જીને આ સંસારમાં ક્ષણ માત્ર પણ શાંતિ મળતી નથી. ૧૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org