SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ દેશનાચિંતામણિ ] વિષયાદિમાં આસક્તિ ધરતા તિમ પરિગ્રહને વળી, જાલ જેવા ખેતી આદિક અન્ય પણ તેવા વળી; વ્યાપાર કરતે તે ક્ષણે સહકારી કારણ ગણુ બેલે, રાગાદિ રોગવિકાર દર્શાવે જ જરૂર પળે પળે. ૧૬૩ અર્થ–વળી મહિને વશ થએલા આ છે ઈન્દ્રિયોના વિષયમાં આસક્તિ એટલે તન્મયપણાને ધારણ કરે છે. તથા જાળ સરખા (તેમાં સપડાવાથી નીકળવું મુશ્કેલ પડતું હોવાથી જાળ સરખા) પરિગ્રહમાં સપડાય છે. એટલે ઘણા પ્રકારની વસ્તુઓ ધન ધાન્યાદિક ભેગાં કરવાની ઈચ્છા (મરથી કરે છે અને તેને માટે ખેતી વગેરે ઘણા જીવના ઘાત થાય તેવા આરંભ સમારંભના પાપ વ્યાપાર કરે છે. તે વખતે સહકારી કારણ ગણ એટલે રાગાદિકમાં સહચારી નિમિત્તોના સમૂહરૂપ જે વ્યાપારાદિના બેલથી રાગદ્વેષ વગેરે રોગે તે પિતે જ. પિતાના વિકારો પળેપળે એટલે વારંવાર જેમાં દેખાડે છે. અર્થાત્ સાવધ વ્યાપારાદિ સહકારી કારણથી છમાં રાગદ્વેષરૂપી રેગના વિકારો છે એમ સ્પષ્ટ સમજાય છે. ૧૬૩ આ સ્થિતિમાં ધર્મકરણી કરતા પણ આદર વિના, દુખના સમયમાં તે ન રક્ષક હોય ઉદયે કર્મના તેથી પ્રસંગે ધન તણો વ્યય હોય ત્યારે શૂલથી, પીડાય જિમ તિમ દુઃખ પામે તેમ ઈષ્ય દાહથી. ૧૬૪ અર્થ –આવી અવસ્થામાં તે રાગાદિ રેગવાળે જીવ ધર્મકરણી કરવા જાય છે. પરંતુ તેમાં આદર રહેતું નથી, કારણ કે ધર્મકરણ રાગાદિકના અભાવરૂપ આરગ્યતા હોય તો જ બરાબર બની શકે છે. જેથી અનાદરપણે કરેલી તે ધર્મકરણી જીવને દુઃખના સમયે રક્ષણ કરનાર થતી નથી અને રોગને ઉદય ચાલતો હોવાથી પ્રસંગ આવે દવા વિગેરેમાં પૈસાને ખરચ કરે પડે છે. તે વખતે ઘણી મહેનતથી ભેગે કરેલો પૈસો પણ ન છુટકે ખરચવો પડતે હાવાથી પેટમાં શૂળ ઉપડયું હોય તેમ પીડાય છે. તે સાથે કર્યા એટલે અદેખાઈ રૂપ દાહથી એટલે તાપથી પણ દુઃખ પામે છે. ૧૬૪ બહુ બળે.નિજ હૃદયમાં મુંઝાય મુંડી સવિ જતાં, કામવર સંતાપથી પીડાય ઉઘરાણી થતાં; રબાય ધન કેરા અભાવે એમ કેઈક અવસરે. - લોક પણ અપજશ તણાં વચનો વદનથી ઉચ્ચરે. ૧૬૫ અર્થ --રોગ સટ્ટા વિગેરેમાં સપડાવાથી દવા વગેરેમાં પિતાની સઘળી મુંડી ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy