________________
દેશનાચિંતામણિ ].
૧૨૫ - પ્રથમ નૃપ ચારિત્રના આનંદને સમજાવત, છે.
પ્રત્યક્ષ ભાવે મેહ નૃપના જુલ્મને દર્શાવતે. ૧૫૮ : , અર્થ: આ સંસાર રૂપી રણભૂમિ એટલે યુદ્ધ ક્ષેત્રમાં અનાદિ કાલથી (કારણ કે આ સંસાર કેઈન કરેલો નથી માટે તેની આદિ એટલે શરૂઆત નથી.) ચારિત્ર રાજાનું અને મેહ રાજાનું યુદ્ધ પૂર જોશમાં ચાલી રહેલું છે. તેમાં ચારિત્ર રાજા પ્રથમ ચારિત્રના આનંદને સમજાવે છે અને સાથે સાથે મેહ રાજાના વશમાં પડેલા જીવો ઉપર અનેક પ્રકારના જુલ્મો થાય છે એટલે તે જેને ઘણી ઘણું રીતે દુઃખ આપે છે તે વાત પ્રત્યક્ષપણે દેખાડી આપે છે. ૧૫૮
ચારિત્ર રાજા સંસારી જીને કેવી હિતશિક્ષા આપે છે તે જણાવે છે -- આત્મહિતની શુદ્ધ શિક્ષા ભૂરિજનને આપો,
- મેહ કેરા પાશમાંથી કેકને છોડાવતે; હે ભવ્ય જીવો! મોહનો વિશ્વાસ રજ કરશે નહિ,
એણે કર્યા હેરાન તમને એમ હાલ કરે સહી. ૧૫૯ ... અર્થ વળી ચારિત્ર રાજા મેહ રાજાને વશ પડેલા ઘણા માણસોને એટલે આત્માઓને હિતકારી સાચી શિખામણ આપે છે. અને તેમને બોધ પમાડી કેટલાય છોને તે મોહ રાજાની દુષ્ટ જાળમાંથી છોડાવે છે. તે ચારિત્ર રાજા કહે છે કે હે ભવ્ય છે ! આ મેહને તમે લગાર પણ વિશ્વાસ કરશે નહિ. કારણ કે એણે જ તમને ફસાવીને અત્યાર સુધી હેરાન હેરાન કર્યા છે અને હાલ પણ તેજ તમને હેરાન કરી રહ્યો છે. ૧૫૯
મોહરાજાના જુમે છ કલેકમાં જણાવે છે -- આત્મહિતને ભૂલીને બેભાન થઈને આથડે,
સંસારી જન ક્ષણમાં હસે નાચે અને ક્ષણમાં રડે, દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા તજે વ્રતસાધના, .
લીઘેલ વ્રત મેલાં કરે એ જુલ્મ જાણે મેહના. ૧૬૦
અર્થ –આ મહિને લીધે સંસારી જીવો પિતાનું ખરું આત્મહિત-આત્મ સ્વરૂપ ભૂલીને એટલે પિતાને શું હિતકારી છે અને શું અહિતકારી છે તે ભૂલી જઈને અને જે અહિતકરી. એટલે નુકસાનકારી છે તેને હિતકારક ગણુને અને હિતકારીને અહિત રૂ૫ ગણુને એ રીતે ભાન ભૂલીને સંસારમાં અથડાયા કરે છે. વળી આ મોહની જાળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org