________________
[ બી વિજ્યપધસૂરિકૃત
ત્રણે વેગ એકજ ધર્મધ્યાનમાં એક્તાર થાય, ત્યારે જ સઘળા પ્રકારની સિદ્ધિઓના ભેદ એટલે આઠ પ્રકારની કહેવાતી ઋદ્ધિ સિદ્ધિઓના સર્વ ભેદ સિદ્ધ થાય છે. આ બાબતમાં તંબુરાના તારનું દષ્ટાંત જાણવા જેવું છે. તે ટુંકમાં આ પ્રમાણે–
જેવી રીતે તંબૂરાના તાર જે એક સરખા વાગતા હોય તે તેમાંથી નીકળતો સૂર સાંભળનારને રાજી કરે છે અથવા તે સાંભળવા ગમે છે, પરંતુ જે એક તાર પણ વિપરીત રીતે એટલે ઉલટી રીતે વાગતો હોય તો તે બેસૂરૂં લાગે છે તે પછી બધા તારે વિપરીત વાગે તો તે જરા પણ આનંદ કયાંથી આપે ? અર્થાત એ બેસૂરા રાગ જરા પણ આનંદ આપતા નથી પરંતુ કાનને પણ તે કટુ એટલે અપ્રિય લાગે છે. માટે જેમ તંબૂરામાં ત્રણે તારને સરખી રીતે વાગવાની જરૂર છે, તેમ ધર્મની સાધનામાં પણ ગની એકાગ્રતાની એટલે સરખાપણુની જરૂર છે. અને એ પ્રમાણે કરવાથી અપૂર્વ સાત્વિક આનંદ પ્રકટે છે. તથા પાછલા ભવમાં અજ્ઞાનાદિ હેતુઓથી બાંધેલા ચીકણું કર્મોની પણ વધારે પ્રમાણમાં જરૂર નિર્જરા થાય છે, તેમજ પરિણામે મેસના સુખને પણ જલ્દી મેળવી શકાય છે. આ પ્રસંગે શ્રીવીતરાગ ભાષિત કષ છેદ અને તાપથી શુદ્ધ એવા ધર્મની આરાધના કરવાથી સાત પ્રકારની વૃદ્ધિ થાય છે. તે આ પ્રમાણે-(૧) શુભ ગતિનું લાંબુ આયુષ્ય, જેમ દરેક અવસર્પિણીમાં પહેલા તીર્થકરનું પૂર્વ કેડનું તથા અનુત્તર વિમાનવાસી દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે. તે પાછલા ભવમાં સાધેલા નિર્મલ ધર્મનું ફલ કહેવાય. (૨) યશની વૃદ્ધિ એટલે ચારે દિશામાં યશ ફેલાય. (૩) બુદ્ધિની વૃદ્ધિ (૪) સુખની વૃદ્ધિ એટલે વધારે પ્રમાણમાં બીજ બુદ્ધિ વિગેરે તથા સુખના સાધને મળે. (૫) લક્ષ્મી વધારે મલે. (૬) પુણ્યાનુબંધી પુણ્ય વિશેષ બંધાય. (૭) પુત્રાદિ પરિવાર વધારે મળે કહ્યું છે કે –ગાયુઠ્ઠરિદ્ધિઃ વૃદ્ધિ પ્રજ્ઞાપુafથાકૂ ધર્મવંતાનવૃદ્ધિ-ધમસત્તાક વૃદ્ધયઃ | ૨ | આને અર્થ ઉપર જણાવી દીધો છે. ૧૫૩
તંબૂરાના ત્રણ તારનું દષ્ટાંત ધર્મની સાધનામાં ઘટાવે છે –
તાર સમ મન વચન કાયા પેગ બહુવિધ જાણીએ,
ધર્મ સાધન સેવતા એકાગ્રતા બહ રાખીએ; ફલભેદ સાધક સાધનામાં સાથે મૂલ સ્વરૂપમાં,
નિત રહે એકાગ્રતા બહુ રાખજે જિનધર્મમાં. ૧૫૪ અર્થઃ—જેમ તંબુરાને અનેક તાર હોય છે તેમ અહીં મન, વચન, અને કાયાના ઘણા પ્રકારના વ્યાપાર રૂપ યોગ તે તારની જેવા જાણવા માટે જ્યારે જ્યારે ધર્મ સાધન કરતા હોઈએ ત્યારે ત્યારે આ ત્રણે યેગની અત્યન્ત એકાગ્રતા રાખવી, પરંતુ હાથમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org