________________
દેશનાચિંતામણિ ]
૧૧૯ માને છે, એટલું જ નહિ પરંતુ પિતાને સુખ આપનાર હોવા છતાં સંયમ એટલે ચારિત્ર તથા બાર પ્રકારના તપ અને દાન શીલ વિગેરેને તેઓ દુ:ખ આપનાર માને છે. પરંતુ અજ્ઞાનને લીધે તેઓ એમ સમજતા નથી કે સંયમ તથા તપ વડે પિતાના કર્મોની નિજેરા થાય છે તથા તે વખતે આવોને પણ નિરોધ થતું હોવાથી સંવરભાવ પણ જાગે છે, તેથી અશુભ કર્મને બંધ શકાય છે અને પુણ્યને બંધ થાય છે, માટે તે ખરી રીતે આત્માને સુખ આપનાર છે, એમ તેઓ જાણતા નથી. માટે જ્યાં સુધી જીવે આ પ્રમાણે ઉલટી રીતે વર્તે છે, ત્યાં સુધી તેઓ દુઃખ પામે છે. પરંતુ જે પુણ્યને ઉદય જાગે તે શ્રીગુરૂમહારાજના ઉપદેશથી તેઓ પોતાનું અજ્ઞાન જરૂર દૂર કરી શકે છે અને તેથી તેમને જ્ઞાન ગુણ વિકાસ પામે છે, કે જેથી તેઓ દુઃખ આપનારા પદાર્થોને તથા સુખ આપનારા પદાર્થોને યથાર્થ સ્વરૂપે (સાચી રીતે) સમજે છે. કહેવાનું રહસ્ય એ છે કે વિષયાદિને અને સંયમાદિને ખરા સ્વરૂપે સમજે છે, એટલે ગુરૂનો ઉપદેશ પામેલા જ ધન અને વિષયાદિ પદાર્થોને દુ:ખના સાધન તરીકે જ માને છે, અને સંયમાદિ પદાર્થોને સુખના સાધન તરીકે માને છે. ૧૪૭ - જ્ઞાની જીવોની પ્રવૃત્તિ જણાવે છે – - પૂર્વ વૃત્તિ નિંદતા તિમ સત્ય બીના જાણતા,
વિષયાદિમાં દુઃખ તેહથી નિવૃત્તિમાં સુખ માનતા ઇચ્છા સકલ વિસાવતા આકુલપણાને ટાલતા,
સહજ સુખને અનુભવંતા શાશ્વતાનંદી થતા. ૧૪૮ અર્થ એવી રીતે પુણ્યના ઉદયથી જ્યારે સદ્ગુરૂના ઉપદેશ વડે તે ભવ્ય જીવો સત્ય હકીકત જાણે છે ત્યારે તેઓ પૂર્વવૃત્તિ એટલે પિતાના પહેલાંના આચરણની નિંદા કરે છે. અને વિષયાદિક એટલે વિષય ઉપભોગ તથા પરિગ્રહ વિગેરેમાં દુઃખ છે એવું જાણીને નિવૃત્તિ એટલે તે વિષયાદિકના ત્યાગમાં તથા ચિત્તની સમાધિમાં સુખ માને છે અનુક્રમે પોતાની સઘળી ઈચ્છાઓ એટલે પૌગલિક અભિલાષાઓને વિસાવે છે એટલે દૂર કરે છે, અને આકુલપણાને ટાળે છે એટલે વિષયોના ઉપભોગની વ્યાકુળતા-ટળવળાટ અને તેથી થતા આ ધ્યાન અને રૌદ્ર સ્થાનને દૂર કરે છે. એવી રીતે જ્યારે બહારની બેટી ધમાલ દૂર થાય છે ત્યારે સહજ સુખ એટલે આત્માના પિતાના જ્ઞાનાદિ સ્વાભાવિક ગુણેમાં રમણ કરવા રૂપ સ્વાભાવિક સુખનો અનુભવ થાય છે. અને તેથી ભવિષ્યમાં શાશ્વતાનંદી એટલે અનંતકાળ સુધી નિરંતર ટકી રહેનાર એવા મોક્ષના આનંદને ભોગવનારા ભવ્ય જીવો જરૂર થાય છે. ૧૪૮
ચાલુ પ્રસંગે બે લેકમાં પ્રભુજી શિખામણ આપે છે : નિઃસ્પૃહત્વે પાત્રતા એથી મલે ઝટ સંપદા,
વિપરીતતા સસ્પૃહ દશામાં જેહ આપે આપદા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org