SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ [ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતપણ વસ્તુસ્વરૂપ સત્ય સ્વરૂપે જણાતું નથી માટે જ તિમિર એટલે અંધકારની જેવું અજ્ઞાન કહેવાય છે. તથા કષાયને સર્પની ઉપમા આપવાનું કારણ એ છે કે જેમ સર્પ ઝેરી હોય છે અને તે બીજાને કરડીને મૃત્યુ પમાડે છે, તેવી રીતે ચાર કષાયે પણ ઝેરની જેવા છે, કારણ કે ઝેર ચઢવાથી માણસના શરીરમાં વિકાર થાય છે તેથી તેનું શરીર લીલુંછમ થઈ જાય છે અને ભાન રહેતું નથી, તેવી રીતે કષાયરૂપી સર્પનું પણ આ જીવને ઝેર ચઢે છે જેથી તેને પોતાના સ્વરૂપનું ભાન રહેતું નથી અને પિતાને જે મૂળ સ્વભાવ છે તેમાં તે ઝેર વિકાર ઉત્પન્ન કરે છે. માટે કષાયોને ઝેરી સાપની ઉપમા આપી છે. વળી સર્પ એકજ વાર મારે છે ત્યારે આ કષાયેને તીવ્ર ઉદય જીવને ઘણા ભામાં રખડાવે છે એટલે ભવોભવ મારે છે. વળી વિષયને હાડકાંની માળાની ઉપમા આપી છે, તેનું કારણ એ છે કે હાડકાં જેમ મલિન એટલે મેલાં ગંદાં હોય છે તેથી તિરસ્કાર લાયક ગણાય છે, અને કઠોર એટલે કઠણ હોય છે તેમ વિષયે પણ અત્યંત મલીન હોવાથી તિરસ્કાર કરવા લાયક છે અને કઠેર એટલે અતિ દુ:ખ આપનાર છે. તથા દેશોને દાંતની ઉપમા આપી છે તેનું કારણ એ છે કે જેમ દાંત પ્રગટ રીતે દેખાય છે તેમ દેને પણ પ્રકટ થવાનો સ્વભાવ છે એટલે દેષો છાના રહી શકતા નથી. પરંતુ બહુ પરિશ્રમે પિતાના દે છુપાવવા જતાં પણ તે લેકમાં પ્રગટ થઈ જાય છે માટે દેષોને દાંત સરખો કહ્યા છે. ૧૪૬ અજ્ઞાની છની પ્રવૃત્તિ જણાવે છે – અજ્ઞાનથી દુઃખદાયી ધન વિષયાદિમાં સુખ માનતા, સુખદાયી સંયમ તપ પ્રમુખમાં ભવિજનો દુઃખ ધારતા જ્યાં સુધી તેઓ કરે ઈમે ત્યાં સુધી દુઃખ પામતા, પણ પુણ્ય ભેગે ગુરૂ વચનથી જ્ઞાન ગુણ વિકસાવતા. ૧૪૭ અર્થ-અણસમજુ સંસારી જીવો બીન સમજણને લઈને દુઃખદાયી એટલે દુઃખ આપનાર એવા તે ધન અને વિષય તથા કષાય વગેરેમાં સુખ માને છે. કે જે ધન અતિ દુઃખદાયી છે કારણ કે તેને કમાવા માટે દુઃખ સહન કરવું પડે છે, બીજાની સેવા-ચાકરી કરવી પડે છે. વળી પિતાની પાસે પૈસે હોય તે રખે તેને કઈ ચેરી જશે અથવા કોઈ લુંટી જશે એવો ભય રહ્યા કરે છે, અને કદાચ કઈ ચેરી કે લુંટી જાય, ત્યારે પણ મમતાને લીધે દુઃખ થાય છે. તેમજ વિષયો પણ દુ:ખદાયી છે કારણ કે સ્પર્શાદિ એકેક ઈન્દ્રિયના વિષયમાં ફસાએલા એવા હાથી, માછલાં, ભમરે, પતંગીયા તથા હરણીયાં દુઃખ પામીને મરણને પામે છે, એમ નજરોનજર દેખાય છે માટે ધન અને વિષયે પણ દુઃખદાયી છે, તે છતાં આ જીવ તે ધન અને વિષયેના સાધનેને મેળવવાને તથા તેને ઉપભેગ કરવાને અને તેને સાચવવાને સતત ઉદ્યમ કર્યા કરે છે. એવી રીતે ધન તથા વિષય અને કષાય દુઃખદાયો હોવા છતાં અજ્ઞાન એટલે અણસમજથી અજ્ઞાની છે તેમાં સુખ Jain Education International For Personal & Private Use Only wwwjainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy