________________
નાશ્ચિમ ]
૧૨૭ ભવ્ય છે ! આ સંસાર કસાઈ ખાનાની જે છે, અને તે જીવોને અત્યંત વ્યાસ આપે છે એમ જાણીને તમે તેને ત્યાગ કરજે. ૧૪૩
સંસાર રાક્ષસની જેવો છે, એમ ત્રણ લેકમાં સમજાવે છે – રાતે ફરે રાક્ષસ ધરે માથે ભયંકર સર્પને,
નાંખે ગળામાં હાડકાં તિમ નિજ વદનને ફાડીને દાંત દેખાડી હસે રાક્ષસ સમા સંસારને,
હે ભવ્ય છે ! જાણજે જ ઘટાવજે દષ્ટાંતને. ૧૪૪ અર્થ-જેમ રાક્ષસ એટલે દૈત્ય રાત્રીએ બહાર ફરે છે, અને માથાની ઉપર ભયંકર કાળા સર્પને ધારણ કરે છે, તથા પિતાના ગળામાં હાડકાંની માળા નાખે છે અને પોતાનું હે પહોળું કરીને દાંત દેખાડીને હસે છે એટલે ભયંકર અટ્ટહાસ્ય કરે છે એટલે ખડખડ હસે છે. તેવા રાક્ષસની જેવા જ આ સંસારને હે ભવ્યો! તમે માનજો. આ રાક્ષસના દષ્ટાન્તને સંસારમાં આ પ્રમાણે ઘટાવજે. ૧૪૪ અજ્ઞાન રૂપી રાતમાં સંસાર રાક્ષસ વિચરતે,
ચારે કષાય સ્વરૂપ પે મસ્તકે તે ધારત. પાંચ વિષયરૂપ હાડકાંને વલિ ગલામાં નાંખતે,
ને હસે બહુ દેષ રૂપી દંતગણ બતલાવતે. ૧૪૫ અર્થ –પાછળના લેકમાં સંસારને રાક્ષસની જે કહ્યો, તે બીના આ પ્રમાણે ઘસવવી–જેમ રાક્ષસ રાત્રીએ ફરે છે તેમ આ સંસારરૂપી રાક્ષસ અજ્ઞાનરૂપી રાત્રીમાં ફરે છે. જેમ રાક્ષસ સર્પને ધારણ કરે છે તેમ આ સંસારરૂપી રાક્ષસ ચાર કષાયરૂપી ભયંકર સર્પોને મસ્તક ઉપર ધારણ કરે છે. વળી આ રાક્ષસ પાંચ ઇન્દ્રિયના વિષયરૂપી હાડકાઓની માળાને ગળામાં નાખે છે (ધારણ કરે છે), તથા પિતાના ઘણું દોષ એટલે દૂષણ રૂપી દાંતના સમૂહને દેખાડતો દેખાડતો અટ્ટહાસ્ય કરે છે. (ખડખડ હસે છે.) ૧૪૫ - તિમિર રૂપ અજ્ઞાન તિણ ઉપમા કહી તસ રાતની,
ઝેરી કષાયે એહથી ઉપમા જણાવી સર્ષની મલિન તેમ કઠોર વિષય તિણ સમા તે અસ્થિની,
પ્રકટ ભવન સ્વભાવ દોષ તિણ સમા તે દાંતની. ૧૪૬
અર્થ:–અહીં અજ્ઞાનને રાતની ઉપમા આપી છે. કારણ કે જેમ રાતમાં અંધારું હોય છે તેથી રાત કાળી દેખાય છે અને તેમાં બરાબર દેખી શકાતું નથી તેવી રીતે અજ્ઞાનથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org