________________
૧૧૬
[ શ્રી વિજ્યપરિસ્કૃતકાળાશ ધૂમાડા વિષે તેવું કટાક્ષે જાણીએ,
ધમથી મુંઝાય જન મિસ્ત્રી કટાક્ષે માનીએ. ૧૪ર અર્થ –એજ અગ્નિ જવાલાની અને ધૂમાડાની ઉપમાનો વિશેષ સ્પષ્ટ અર્થ એ છે કે જેમ ઝાળ લાગવાથી તાપ લાગે છે તેમ આ સંસાર રૂપી અગ્નિને લેગ (ભોગાભિ“લાષ) રૂપી તાપ જાણ. એટલે સ્ત્રીઓ અહીં જવાલાની જેવી જાણવી. કારણ કે સ્ત્રી રૂપી જવાલા તે કામાગ્નિને ઉત્પન્ન કરે છે કે જેના તાપમાં મનુષ્ય બન્યા કરે છે. તથા તે કામાગ્નિનું પરિણામ વિષય સેવન છે. એટલે વિષય સેવન અંગારાની જેવું જાણવું. જેમ અંગારાને તાપ જલ્દી શાંત પડતું નથી તેમ વિષય સેવનથી પણ વિષયની ઈચ્છા શાંત નહિ પડતાં વધારે વધતી જાય છે. તથા અગ્નિનો ધૂમાડો કાળો હોય છે અને તેનાથી માણસ મુંઝાય છે તેમ સ્ત્રીના કાળો નેત્રોમાંથી નીકળતા કટાક્ષે પણ કાળા ધૂમાડાની જેવા જાણવા અને તે કટાક્ષે વડે કરીને વિષયી માણસ મુંઝાયા કરે છે એટલે વિષય ભોગવવાની ઈચ્છા કર્યા કરે છે. એ પ્રમાણે અહીં અગ્નિના જેવો સંસાર કહ્યો. અને અગ્નિની
જ્વાલા જેવી સ્ત્રીઓ કહી, તથા જ્વાલાના તાપની જે ભગાભિલાષ કહ્યું, તેમજ કાળા ધૂમાડાની જેવા સ્ત્રીઓનાં કટાક્ષ કહ્યા, અને વિષયભોગને અંગારાની જેવા કહ્યા. એ રીતે અગ્નિથી ઉપજતી ચાર વસ્તુઓની ઉપમા સંસાર રૂ૫ અગ્નિની સાથે સરખાવી શકાય છે. ૧૪૨.
સંસારને કસાઈખાનાની જે કહે છેવિષયરૂપ કસાઈ નારી સ્નેહ રતિ રૂપ પાશને,
નાંખી ગળામાં ભવિ પશુને મારતા દઈ દુઃખને સંસાર રૂપ કસાઈખાનું આપતું અતિ ત્રાસને,
હે ભવ્ય છે! એમ જાણી છેડજે સંસારને. ૧૪૩
અર્થ:–હે ભવ્ય છે ! આ સંસારને જરૂર તમારે ઘણે ત્રાસ આપનાર કસાઈખાનાની જે જાણ. કારણ કે આ સંસાર રૂપી કસાઈ ખાનામાં જૂદી જૂદી જાતના વિષ રૂપી કસાઈઓ રહેલા છે. કારણ કે જેમ કસાઈઓ પાડા વિગેરે પશુઓની કતલ કરે છે. તેમ આ શબ્દાદિ વિષ રૂપી ઘણાં કસાઈઓ સંસારી જીવો રૂપી પશુઓની તલ કરે છે એટલે તેમનું જ્ઞાનાદિ જીવન નાશ કરે છે. જેમ કસાઈ પશુના ગળામાં ફસ દઈ પિતાને છરે પશુના ગળામાં મારે છે તેમ આ વિષય રૂપી કસાઈ સ્ત્રીના સનેહમાં રમણ કરવા ( આસક્ત થવા ) રૂપ પાશ એટલે ફાસે મેહી સંસારી જી રૂપી પશુના ગળામાં નાખીને તેમની ઉપર વિષય ભોગ રૂપ છરો મારીને જીવને મારે છે. આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org