________________
૧૧૪
( શ્રી વિજ્યપધસૂરિકૃતઅર્થ-જે અણસમજુ મનુષ્ય ધર્મની સાધના કરવામાં મદદગાર એવા આર્યદેશ વિગેરે સાધન સામગ્રી પોતે મેળવી છે છતાં પણ આત્માને નુકસાન કરનાર એવા ધન વિગેરે પૌરાલિક વસ્તુઓમાં મેહ રાખીને ધર્મને સાધતા નથી, તેઓ ભર સમુદ્રમાં આધાર ભૂત એવા ઉત્તમ વહાણને ત્યાગ કરનારા મૂખની જેવા બુદ્ધિહીન જાણવા. કારણ કે પોતાની પાસે ઉત્તમ વહાણ હોય તે છતાં સમુદ્રમાં મુસાફરી કરનાર જે તેનો ત્યાગ કરે તે તે જેમ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ આ ભયંકર સંસાર રૂપી સમુદ્રમાં ઉત્તમ આર્ય દેશ વગેરે ધર્મ સામગ્રી રૂપી વહાણ મેળવ્યા છતાં ધનાદિકમાં આસક્ત થઈને જેઓ ધર્મને સાધતા નથી, તેઓ વહાણ તજીને સમુદ્રમાં ડૂબનારની માફક આ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબે છે એટલે ચાર ગતિઓમાં રખડ્યા કરે છે. અને દુઃખી થાય છે. અહીં “આર્ય દેશાદિક” એ પદમાં આવેલા આદિ શબ્દથી બુદ્ધિ, બેલ, કુલ, રૂપ અને જીવન એટલે નિર્દોષ આયુષ્ય અને નિરોગી શરીર વગેરે એ સર્વ ધર્મનાં સાધન જાણવાં. કારણ કે મનુષ્યપણાની અંદર આ બધી વસ્તુઓ ધર્મસાધન એટલે ધર્મની સાધના કરવામાં અપૂર્વ મદદગાર છે. ૧૩૮
પ્રભુદેવ પ્રમાદને વિશ્વાસ નહિ કરવાનું જણાવે છે – આ પ્રમાદ તણ વશે રખડે નિગોદે બહુ જના,
અપ્રમાદી ધર્મ સાધી સાધતા સુખ મુક્તિના ઈમ વિચારી ભવ્ય જીવો ધર્મ અવસર સાધો.
મહ પુત્ર પ્રમાદને વિશ્વાસ કદી ન રાખજે. ૧૩૯ અર્થ –આ પ્રમાદને વશ થએલા ઘણા મનુષ્ય નિગેહની અંદર ઘણે વખત
૧ નિગોદ એટલે સાધારણ વનસ્પતિના અનંત જીવોનું એક શરીર, અને તે એક જ શરીરમાં રહેલા અનંત છો તે નિગદ કહેવાય. તેમાં નિગોદના બે ભેદ છે સૂમનિગોદ અને બાદર નિગોદ. તેમાં સૂમ નિગોદ ચૌદ રાજકમાં ભરેલી છે. ચૌદ રાજલકની કોઈ પણ જગ્યા સૂક્ષ્મનિગોદ વિનાની નથી. અને તે બાદર નિગોદ કે જેનું શરીર ચર્મ ચક્ષુથી જોઈ શકાય છે તે કંદમૂળ વગેરે જાણવી. પૂર્વે કહ્યા મુજબ અનંતા સાધારણ વનસ્પતિકાય છના એક શરીરને એક નિગોદ કહેવાય છે તેવી અસંખ્યાતી નિગેનો એક ગેળે કહેવાય છે અને તેવા અસંખ્યાતા ગોળા ચૌદ રાજલેકમાં ભરેલા છે. આ નિગદનું આયુષ્ય ઘણું ઓછું હોય તે ૨૫૬ આવેલી પ્રમાણ ક્ષુલ્લક ભવનું. હોય છે. અને વધારેમાં વધારે આયુષ્ય અન્તર્મ દત પ્રમાણનું જાણવું. આ નિગદમાં નારકી કરતાં પણ ઘણું વધારે દુ:ખ છે અને તે દુ:ખ વારંવાર જન્મ મરણનું જાણવું, ક્ષુલ્લક ભવના હિસાબે એક શ્વાસોશ્વાસમાં ૧૭ ભવથી વધારે ભવ થાય છે. અને એક મુહૂર્તમાં ( ૪૮ મીનીટમાં ) ૬૫૫૩૬ ભવ થાય છે. એ વાત અત્યંત એાછા આયુષ્યવાળા લબ્ધિ અપર્યાપ્ત નિગદના જીવોની અપેક્ષાએ જણાવી છે, અને અન્તર્મુહૂર્ત આયુષ્યવાળા લબ્ધિપર્યામ નિગદ ના આયુષ્યના હિસાબે એક શ્વાસોચ્છવાસનાં ૧૩ ભવ નહિં, પરંતુ એાછા ભવ થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org