SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ [[ શ્રી વિજયપત્રસૂરિકૃતજેનું અભેધ કવચ હતું ને હાડકાં મજબૂત હતાં, તે જનો પણ સ્થિર રહ્યા ના પરભવે ચાલ્યા જતા. ૧૩૨ અથ–એ પ્રમાણે દુઃખની સામગ્રી મેળવવામાં અને સુખનાં સાધનેને દૂર કરવામાં (નહિ મળવામાં) પ્રમાદ હેતુ છે એમ જરૂર વિચારવું. વળી પ્રમાદ કલ્યાણની માલા એટલે પરંપરાને બગાડે છે, એટલે નાશ કરે છે, માટે હે ભવ્ય જીવો! તમે તે પ્રમાદની સેબતને ત્યાગ કરે. વળી જેમનું કવચ એટલે બખતર અભેદ્ય એટલે કોઈથી ભેદી શકાય તેવું નહોતું અને જેમનાં હાડકાં ઘણુ મજબૂત હતાં તેવા પ્રથમ વાષભ નારા સંઘયણવાળા પરાક્રમી પુરૂષ પણ પ્રમાદના પ્રભાવે સ્થિર રહી શક્યા નહિ એટલે જીવી શક્યા નહિ અને પોતે બાંધેલા આયુષ્યને અનુસારે પરભવમાં ચાલ્યા ગયા. અહીં વારૂષભનારાચ સંઘયણની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. વજ’ એ ખીલીનું નામ છે, “રૂષભ” એ પાટાનું નામ છે, અને “નારાચ” એ મર્કટબંધનું નામ છે. સંઘયણ એ શબ્દનો અર્થ સંયમનિ=સંઘયણ એટલે હાડકાંને સમૂહ એ પ્રમાણે સામાન્યથી છે, પરંતુ વિશેષપણે વિચારીએ તે હાડકાંની મજબૂતાઈને અને હાડકાંના સાંધાઓની મજબૂતાઈને અવલંબીને જ સંઘયણને વિશેષ ભેદ અને એક સંઘયણમાં પણ અનેક તરતમતાઓ રહેલી હોય છે. ત્યાં જ રૂષભનારાંચનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે– સંધિઓને સ્થાને જ્યાં બે હાડકાંના બે છેડા સામસામે ભેગા મળે છે, ત્યાં એવી રીતે મળે છે કે બને છેડાઓ એક બીજા ઉપર પરસ્પર આંટી દઈને વળગેલા હોય છે, અને એ આંટીને જ મર્કટબંધ એટલે વાનરબંધ કહેવામાં આવે છે, કારણ કે વાનરી જ્યારે એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ફલંગ મારે છે ત્યારે વાનરીનું બચ્ચું વાનરીના પેટને જેવી રીતે પોતાના બે હાથ મજબૂત રીતે આંટવીને (વાંદરીને ભેટીને) વળગી રહે છે તેવી રીતે એ વાનરબંધની માફક હાડકાંના આ બે છેડા પણ એક બીજા ઉપર આંટવાઈને એવા મજબૂત વળગેલા હોય છે કે એ સાંધાઓને વછોડવા જતાં વછૂટી શકે નહિં. એ રીતે એક તે એ મર્કટબંધ જ અતિ મજબૂત છે અને તે ઉપરાન્ત એ મર્કટબંધવાળા બે છેડાની ઉપર નીચે એક હાડપાટે પાટાની માફક વીંટાઈ રહેલા હોય છે તેનું નામ “વૃષભ છે અને તે હાડપાટાની ઉપરથી એક વેઝ એટલે હાડખીલી એવી રીતે આવેલી હોય છે કે જે હાડપાટાને ઉપલે ભાગ અને ત્યાર બાદ નીચેના બે હાડના છેડા તથા તેની નીચે હાડપાટાને ભાગ એમ ચાર હાડકાંની આરપાર ગયેલી ખીલી (ખીલીના જેવું હાડકું) હોય છે, એ રીતે હાડકાંના સાંધા વજી, રાષભ ને નારાચ એમ ત્રણ રીતે અત્યન્ત મજબૂત થવાથી આવું સંઘયણ અથવા હાડસંધી વજ્ઞજમનારા કહેવાય છે અને એ હાડસંધિ એટલી બધી મજબૂત બનેલી હોય છે કે એ સંધિઓને ૬-૬ મહિના સુધી મોટી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy