________________
કે
કર્મ અને
કઈ
દેશના ચિંતામણિ ]. સાહુણ દેવી બધી ઉભા રહી પ્રભુ દેશના,
મુનિ પુરૂષ નારી સુરે બેસી સુર્ણતા દેશના. ૧૧૮ અર્થ-ઈશાન ખૂણામાં પહેલાં સૌની આગળ વૈમાનિક દેવો બેસે છે, અને તેની પાછળ પુરૂષ અને તેની પાછળ મનુષ્યની સ્ત્રીઓ. એમ ત્રણ પર્ષદા ઉત્તર દિશાના દરવાજાથી સમવસરણમાં દાખલ થઈને પ્રભુને નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં સ્થિરતાથી બેસે છે. પરંતુ જ્યારે જિનેશ્વર ભગવાન ધર્મોપદેશ આપતા હોય છે તે વખતે બધી સાધ્વીજીઓ તથા બધા પ્રકારની દેવીઓ ઉભી રહે છે. અને સાધુ મહારાજે તથા પુરૂષ તેમજ મનુષ્યની સ્ત્રીઓ અને બધા દેવો બેઠાં બેઠાં પ્રભુને ઉપદેશ સાંભળે છે. ૧૧૮
ઉપરની બીનાને અંગે બીજે વિચાર વિગેરે જણાવે છે:આવશ્યક નિર્યુક્તિમાં મુનિ સર્વ ઉત્કટિકાસને,
બેસી ઉભા વૈિમાનિકી દેવાંગના સમણી અને; સાંભળે પ્રભુ દેશના સપાન ચઢતાં શ્રમ નહીં,
બાલ રોગી ગ્લાનને તિમ વૈરની શાંતિ અહીં. ૧૧૯ અર્થ –આ બાબતમાં આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં બીજો વિચાર એમ પણ કહ્યો છે કે સર્વે મુનિઓ ઉત્કટિકાસન નામના આસને બેસે છે, તથા વૈમાનિકની દેવાંગના એટલે દેવીઓ તથા સાધ્વીઓ ઉભા ઉમા પ્રભુની દેશના સાંભળે છે એ પ્રમાણે બે વિચાર જાણવા. વળી આ સમવસરણમાં દાખલ થતાં કુલ વીસ હજાર પગથી ચઢવાં પડે છે, પરંતુ શ્રીતીર્થકર પ્રભુના પ્રભાવથી બાળકને, રોગીને તથા ગ્લાન એટલે થાક અથવા ખેદ પામેલાને પણ આટલાં પગથી ચઢતાં શ્રમ અગર થાક લગાર પણ લાગતો નથી. તથા અહીં પરસ્પરનાં વેરની પણ શાંતિ થાય છે. ૧૧૯
સમવસરણમાં પ્રભુનું આસન બે કલેકમાં જણાવે છે – નાથ કેવા આસને શુભ સમવસરણે બેસીને,
દેશના ઘે? સુણ કહે આચાર્ય એમ જવાબને દેખાય આસન જેહ જિનવર મંદિરે તે આસને,
દેશના ઘે એમ કેઈક સૂરિ બેલ વચનને. ૧૨૦ અર્થ શિષ્ય આ સુંદર સમવસરણમાં બેસીને પ્રભુ શ્રીતીર્થકર ભગવાન કેવા આસને દેશના આપે છે ? તે તું સાંભળ. જિનેશ્વરના મંદિરમાં પ્રભુનું જે આસન
૧ ઉત્કટિકાસન એટલે ચૈત્યવંદન વિગેરે કરવાના અવસરે જે રીતે બેસીએ છીએ. તે ઉત્કટિકાસન કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org