SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ધર પદવીની મહત્તા મુખ્ય છે તેથીજ ગણધર પદની મહત્તા સાચવવા માટે ગણધરની પાછળ બેસે છે, તથા બીજા સામાન્ય મનુષ્ય પણ તે પદની મહત્તા મુખ્ય છે એમ સમજે અને તેની મહત્તા જાળવે એ હેતુને લઈને, પણ તેઓ ગણધરની પાછળ બેસે છે. વળી અહિં ગણધરની પાછળ બેસવામાં ગણધરની મહત્તા સાચવવાનું કહ્યું તે મહત્તા કઈ બાબતની સમજવી ? આવો પણ સવાલ સહેજે થાય તેમ છે, આને જવાબ એ છે કે તેવી મહત્તા હોવાનું અથવા કહેવાનું કારણ એ છે કે શ્રી તીર્થંકર પ્રભુનું સમગ્ર શાસન અથવા શરૂઆતથી માંડીને ઠેઠ સુધીની શાસન પરંપરા તે શ્રતજ્ઞાન અને શ્રીગણુધરાદિની પરંપરાને આધારે (ટકવાનું) ટકવાની છે, અને તે બન્નેમાં આદિ કારણ ગણધર ભગવંત છે, કારણ કે દ્વાદશાંગી રૂપ શ્રતજ્ઞાનની શરૂઆત કરનાર ગણધર ભગવંત છે, ને શિષ્ય પ્રશિષ્યની પરંપરામાં પણ ગણધર ભગવંત જ શરૂઆતના (પહેલા) શિષ્ય તરીકે ગણાય છે, જેથી શાસન સંતતિના આદિ રૂપ હોવાથી ગણધર પ્રભુ શાસન સંતતિના મૂળ નાયક છે, એજ મુખ્ય મહત્તા (મોટાઈ) અહીં સમજવાની છે. અને એ મહત્તા સાચવવાને માટે ગણુધરની પર્ષદ પહેલી બેસે અને કેવલીઓની પર્ષદા તેની પાછળ બેસે એ મર્યાદા બહુ જ વ્યવસ્થિત અને સુંદર છે, એ પ્રમાણે ગણધરની પાછળ કેવલીઓને બેસવાના પ્રશ્નનું સમાધાન કરીને હવે કેવલી ભગવંતે તીર્થકર પ્રભુને વંદના કેમ ન કરે? તેનું સમાધાન કહેવાય છે તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી-કેવલી શ્રીતીર્થકરને પોતાના કલ્પનો તેવો વ્યવહાર હોવાથી વંદન કરતા નથી. કારણ કે તે બંનેમાં એક જ જિનનામ કર્મની પ્રકૃતિના ઉદયને જ તફાવત છે એટલે સામાન્ય કેવલીને જિનનામ કર્મનો ઉદય નથી અને તીર્થકરને તેનો (જિનનામન) ઉદય છે. બાકી કેવલ જ્ઞાન તે બંનેને સરખું જ છે, દર્શન પણ બંનેને કેવલ દર્શન છે. બંનેએ ચાર ઘાતી કર્મોને ક્ષય કરેલ છે, પોતે ( સામાન્ય કેવલી) કૃતકૃત્ય એટલે કૃતાર્થ એટલે જેમના કાર્ય લગભગ સિદ્ધ (પૂરા) થયા છે તેવા હેવાથી જિનેશ એટલે તીર્થકર ભગવંતને વંદના કરતા નથી. પરંતુ તીર્થકર જેમને નમે છે એવા તે તીર્થને તે અવશ્ય નમસ્કાર કરે છે. ૧૧૩–૧૧૪ ચાલુ પ્રસંગે પુરાવા આપે છે – ધનપાલ કવિ પણ એમ બોલે ભક્તિથી પ્રભુ સ્તોત્રમાં, હે નાથ ! તુજ પદ સેવનાથી મોહ થોડા સમયમાં ભાગશે આવું વિચારી ખૂશ થઉં પણ આપને, કેવલી હું ના નમીશ આથી ધરૂં બહુ ખેદને. ૧૧૫ અર્થ –ધનપાલ નામના કવિ પણ પ્રભુ શ્રીજિનેશ્વરની સ્તુતિ કરતાં ભક્તિથી કહે છે કે હે નાથ ! તમારા ચરણ કમલની સેવા કરવાથી મારામાં રહેલ મેહ (મેહનીય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy