SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતતમાં આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે બનાવેલા શ્રીઅષ્ટક પ્રકરણની ઉપર શ્રીજિનેશ્વરસૂરિએ કરેલી પ્રથમ અષ્ટકની ટીકામાં કહ્યું છે કે रागोऽङ्गनासङ्गमनानुमेयो, । द्वेषो द्विषद्दारणहेतिगम्य : ॥ मोह : कुवृत्तागमदोससाध्यः । नो यस्य देव : स स चैवमर्हन् ॥ १ ॥ સ્પષ્ટાર્થ –કઈ સ્ત્રીને સંગ કરે, તે તે જોઈને સામે જેનાર માણસ એમ અનુમાન કરે છે કે-આ પુરૂષમાં રાગ રહ્યો છે. કારણ કે તે સ્ત્રીને સંગ કરે છે, તે રાગ વિના સંભવે જ નહિ. એ પ્રમાણે કેઈ શસ્ત્રથી શત્રુને હણત હોય તો તે જોઈને હામે જેનાર માણસ એમ અનુમાન કરે છે કે આ પુરૂષમાં દેષ રહે છે, કારણ કે દ્વેષ વિના શત્રુને શસ્ત્રથી હણવાનું સંભવે નહિં, તેમજ કે પુરૂષ દુરાચારના આચરણ રૂપ દોષવાળ હોય તો તેવા દોષથી એટલે દુરાચારની સેવના રૂપ દોષ જઈને હામો માણસ એમ અનુ. માન કરે કે આ પુરૂષમાં મેહ રહ્યો છે, કારણ કે મેહ વિના દુરાચારની સેવા થાય નહિં, જેથી એવા અનુમાનામાં કારણભૂત એવો રાગ દ્વેષ અને મોહ એ ત્રણે દૂષણ જે દેવમાં સર્વાશે ન હોય તે જ મહા ઉત્તમ દેવ કહેવાય અથવા તેજ અન કહેવાય અથવા તેજ અરિહંત ભગવંત કહેવાય અથવા તેજ પરમાત્મા કહેવાય અથવા તેજ સર્વજ્ઞ કહેવાય, અને એજ ઉત્તમ પુરૂષ સર્વ જીને વંદના નમસ્કાર અને પૂજન કરવા યોગ્ય છે, એજ ઉત્તમ પુરૂષ સંસારી જીવને તારણહાર છે. આ બાબતમાં પરમાર્વત તથા શ્રીધનપાલ કવિએ પણ પ્રભુજીની સ્તુતિ કરવાના અવસરે કહ્યું છે કે प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं । वदनकमलमङ्कः कामिनीसंगशून्यः ॥ करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यम् । तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १ ॥ સ્પષ્ટાથે-જે દેવની બે આંખે ઉપશમ રસમાં લીન (શાંતિમય) છે અને મુખકમળ અતિ પ્રસન્નતાવાળું છે, તથા બળે સ્ત્રીના સંગ રહિત છે એટલે જેના ખોળામાં સ્ત્રો બેકી નથી, તેમજ બે હાથ પણ શસ્ત્રના સંબંધ રહિત છે (શસ્ત્ર રહિત છે) એવા જે દેવ તેજ જગતમાં દેવ કહેવાય છે, અને એવા દેવ તો હે વીતરાગ ! તમેજ છે, અન્ય કેઈનથી ૧૦૭-૧૦૮ પ્રભુને વંદનાદિ કરવાનું ફલ જણાવે છે – દુરિત ગણન ધ્વંસ હવે તીર્થપતિના દર્શને, મનના મનોરથ સવિ ફલે બહુમાન રંગે વદને બે ભેદ લમી સંપજે એકાગ્રતાથી પૂજને, ધ્યાવું સદા આ સમવસરણે ભતા અરિહંતને. ૧૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy