________________
દેશના ચિંતામણિ ] તે શ્રી જિનેશ્વર દેવને અતિશય જ છે. નહિતર દેવોથી એવાં, સ્વરૂપ બની શકે નહિં, એ પ્રમાણે પૂર્વાચાર્ય ભગવંતોએ શાસ્ત્રમાં ફરમાવ્યું છે. ૧૦૧
પ્રભુના દિવ્ય સ્વરૂપનું વર્ણન બે કલેકમાં કરે છે – ઈંદ્રાદિ દેવ એકઠા થઈ સર્વ શક્તિ વાપરી,
જિનરાજના અંગુષ્ઠ જેવું દિવ્ય રૂપ નવું કરી; સરખાવતા તે પ્રભુતણા અંગુષ્ઠના રૂપની કને,
દેવકૃત અંગુષ્ઠ રૂપ અંગારના સાશ્યને. ૧૦૨ અથા—ઈન્દ્ર વગેરે દેવે એકઠા થઈને પિતાની સઘળી શક્તિને વાપરીને જિનેધર દેવના અંગુઠા જેટલું નવું દિવ્ય રૂપ વિકુ. પછી તેને પ્રભુના અંગુઠાના રૂપની આગળ સરખાવે, તો તે રૂપ પ્રભુના અસલ અંગુઠાના રૂપની આગળ દેએ પોતે બનાવેલ અંગુઠાનું રૂપ બુઝાએલા કાળા અંગારાના સદશ્યને એટલે સરખાપણુને ધારણ કરે છે. એટલે ઝાંખું લાગે છે. અથવા તે પ્રભુના રૂપની આગળ દેએ કરેલા અંગુઠાનું રૂપ અંગારા સરખું ઝાંખુ ફીકકું દેખાય છે. એવું દેથી પણ અનંતગણું રૂપ શ્રી તીર્થકર ભગવતેનું હોય છે. ૧૦૨ ધારતું આ કારણે પ્રભુદેવને ઘુણતાં ભણે,
માનતુંગાચાર્ય વામાનંદ પાર્શ્વ તણી કને, ત્રણ લેક માંહે તિલક જેવા હે પ્રભે! તનુ આપની,
જે શાંત રાગની કાંતિવાળા અણુતા સમુદાયની. ૧૦૩ આ કમે તીર્થકરનું રૂપ સાથી ચઢીયાતું છે એમ ત્રણ લોકમાં કહે છે – શ્રેણિ થકી નિર્મિત થઈ તેવા અણુઓ ભુવનમાં,
છે તેટલા નિશ્ચય થકી તુજ રૂપ સામ્ય ન કોઈમાં રૂપમાં રાજાદિ છ સ્થાને પહેલા જાણવા,
માંડલિક બલ વાસુદેવાનંત ગુણ રૂપે માનવા. ૧૦૪ અર્થ –આજ કારણથી પ્રભુદેવ જે વામ માતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેમની આગળ નવા ભક્તામર કાવ્ય વડે સ્તુતિ કરતાં (એ ભક્તામર સ્તોત્રના કર્તા) શ્રીમાનતુંગાચાર્ય કહે છે કે ત્રણ લોકની અંદર તિલક સમાન શ્રેષ્ઠ એવા હે પ્રભુ! આપનું શરીર જેવા શાંત રાગની શોભાવાળા પરમાણુઓના જસ્થાની પંક્તિથી-સમૂહથી બનેલું છે તેવા પરમાણુઓ તે ત્રણ ભુવનમાં તેટલા જ છે અથવા નિશ્ચયથી વિચારીએ તે તમારા રૂપના જેવું રૂપ બીજા કોઈ ઈન્દ્રાદિકમાં પણ નથી. અહિં રૂપની અધિકતાના સંબંધમાં સામાન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org