SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] બીજા શાસ્ત્રોમાં કયાં છે ? આવાજ આશયને લઈને મંત્રી વસ્તુપાલાદિ ભવ્ય જીવોએ શાસ્ત્રાભ્યાસ વગેરે સાત વાનાં મને ભવભવ મલજો એમ કહેલ છે. અઢાર હજાર શીલાંગ રથની સંખ્યા વગેરે તરફ લક્ષ્ય રાખીને શ્રીગણધર ભગવંતેએ જેઓના ૧૮ હજાર આદિ બમણું બમણું પદ રચ્યા છે, તે પવિત્ર પ્રવચન રૂ૫ આગમે કાલદોષ આદિ કારણોને લઈને જે કે પહેલાંની વિશાલ સ્થિતિને જાળવી શક્યા નથી, એમ વર્તમાનકાલે દેખાતા પ્રમાણુ ઉપરથી પણ સાબીત થાય છે. તે પણ જૈન સાહિત્ય હાલ જેટલા વિશાલ પ્રમાણમાં અને સુસંગત સ્વરૂપે મોજુદ (હયાત) છે, તેટલું પણ અન્ય દાર્શનિક સાહિત્ય ભાગ્યે જ હશે. અર્થાત્ છેજ નહિ. સાથે સાથે એ પણ નિવેદન અનુચિત ન જ ગણાય કે યથાર્થ તત્વજ્ઞાનને મેળવવાની તીવ્ર ઉત્કંઠાવંત બુદ્ધિશાલી ભવ્ય જીને પણ આપણું જૈન સાહિત્ય જ સંતેષ પમાડશે. એમ કહેવામાં બે મત હોય જ નહિ તેમજ કુદરતને નિયમ એવો છે કે જે મહેલ (બંગલા) ના ૧ પાયે ૨ ભીંત ૩ પાટડા મજબુત હોય, તે ટકાઉ ગણાય, એ રીતે જૈન પ્રવચન (રૂપી હેલ) ના પણ ત્રણે વાના મજબુત હોવાથી તે હજી સુધી પણ અનેક આક્રમણોમાંથી પસાર થઈને વિજયવંત વર્તે છે અને વર્તશે. પૂર્વે જણાવેલા ત્રણ વાના આ પ્રમાણે ઘટાડવા–૧ પાયાની જેવા અહીં નિર્દોષ શાંતિ સધારસસિંધુ શ્રી વીતરાગદેવ જાણવા. ૨ ભીંતની જેવા કંચન કામિનીના ત્યાગી નિરભિલાષ નિર્દોષ સંયમી શ્રી ગુરૂ મહારાજ સમજવા. તથા ૩ પાટડાની જે અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિપુટી શુદ્ધ દયામય ધર્મ કહેવાય. આના સંબંધમાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કેजिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवा. તિઃ | ૨ . આજ હેતુથી શ્રી દ્વાદશાંગી રૂપ પ્રવચન વિગેરે જેન સાહિત્યના આંશિક બંધને ધારણ કરનારા ગુણગ્રાહી મધ્યસ્થ પંડિતો પણ આપણા જૈન સાહિત્યની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. એમ વિવિધ ગ્રંથોના તલસ્પર્શી અનુભવથી જણાય છે– પૂર્વે જણાવેલા જેના પ્રવચનમાં બતાવેલા એક પણ પદાર્થને પૂરેપૂરો સંગીન બંધ (સમજણ) વિવક્ષિત પદાર્થથી અલગ એવા બીજા તમામ પદાર્થોનું સ્વરૂપ ધ્યાનમાં લીધા સિવાય ન જ થઈ શકે. માટે જ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “જે જ નાર રે સર્વ રાપર 1 કે કાળ૬, ર૩ ઇ નાખrg” વિગેરે તથા “જો માવ: સર્વથા શેર રજા ર માં : સર્વથા તેને સા: ” આજ મુદ્દાથી દરેક સૂત્રનું યથાર્થ ૨હસ્ય સમજવાને માટે શ્રીગીતાથ મહાપુરૂષોની મદદ લેવી જ જોઈએ. કારણ કે ક્યા સૂત્રને કયા આશયથી અર્થ થાય છે, તે બીના તેઓજ જાણી શકે છે. માટે જ કહ્યું છે કે – " सब्वे सुत्तस्था गुरुमइहोणा" ( सर्वे सूत्रार्था : गुरुमत्यधीना :) સ્વતંત્ર અભ્યાસ કરવાથી તે જરૂર વિપરીત બંધ થાય છે. અને તેમ થાય તે ભવ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy