SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] (જન્મથી) હોય છે, ઓગણીસ અતિશય દેવથી કરાએલા હોય છે. અને ઘાતી કર્મના ક્ષયથી અગિઆર અતિશય ઉપજે છે. એ પ્રમાણે ચેત્રીસ અતિશય જાણવા. વળી તેમની વાણીના પાંત્રીસ ગુણ હોય છે, એ પ્રમાણે મૂલ સમવાયાંગ સૂત્રમાં ગણધર મહારાજનાં વચન કહેલાં છે. પ્રભુની દેશનાનાં વચન સાંભળીને ઘણું ભવ્ય જીવો બોધ પામી એટલે બૂઝીને સંયમની સાધના કરે છે. તે બેધ પામેલ ભવ્ય જીવમાં જેઓ ગણિપદ એટલે ગણધર પદની ગ્યતાવાળા અતિનિપુણ બુદ્ધિવાળા જ હોય છે તેમને પ્રભુ ગણધર પદે સ્થાપન કરે છે અથવા તેઓને ગણધરની પદવી આપે છે. તે વખતે જિનેશ્વર ભગવાન તેમને ડળ હૈય, ૮ પ્રભુ જ્યાં વિચરે ત્યાંથી ચારે દિશામાં ૨૫-૨૫ જન સુધી તથા ઉપર નીચે સાડીબાર જન સુધી નવા રોગ થાય નહિ. પૂર્વના રોગે નાશ પામે. ૯ ઉપર કહેલ ૧૨૫ પેજન પ્રમાણ ભૂમિમાં પૂર્વ ભવનાં બાંધેલા તથા જાતિ વેર નાશ પામે. ૧૦ તેટલી ભૂમિમાં સાત ઈતિને ઉપદ્રવ ન હાય. ૧૧ તેટલી ભૂમિમાં મરકી તથા દેવને ઉત્પાત અગર અકાલ મૃત્યુ ન થાય. ૧૨ અતિવૃષ્ટિ એટલે ઘણો વરસાદ ન થાય. ૧૩ અનાવૃષ્ટિ એટલે વષને અભાવ ન હેય. ૧૪ તેટલી ભૂમિમાં દુકાળ ન પડે. ૧૫ તેટલી ભૂમિમાં સ્વચક્ર અને પરચક્ર ભય ન હોય. આ ૫ થી ૧૫ સુધીના ૧૧ અતિશયો ઘાતી કર્મના ક્ષયથી અથવા કેવલજ્ઞાન થાય ત્યારે ઉપજે છે. હવે બાકીનાં ૧૯ અતિશયો દેવકૃત હોય છે. તે આ પ્રમાણે-૧૬ પ્રભુ જયાં વિચરે ત્યાં ધર્મચક્ર આગળ ચાલે. ૧૭ આકાશમાં પ્રભુની બંને બાજુ શ્વેત ચામર ચાલે. ૧૮ સિંહાસન ચાલે. ૧૯ પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર રહે. ૨૦ ઈન્દ્રધ્વજ પ્રભની આગળ ચાલે. ૨૧ દેવતાઓ સુવર્ણના નવ કમળો રચે. ૨૨ દેવ ત્રણ ગઢની રચના કરે. ૨૩ સમવસરણમાં પ્રભુ પૂર્વ દિશા સમુખ બેસે છતાં ચારે દિશામાં તેમનું મુખ જણાય માટે પ્રભુના જેવી ત્રણ મૂતિઓ રચે. ૨૪ અશોક વૃક્ષ બનાવે. ૨૫ કાંટાઓ અધમુખ થાય. ૨૬ પ્રભુના રસ્તામાં આવનારાં વૃક્ષો નીચા નમે. ૨૭ આકાશમાં દેશ દુંદુમિ વાગે. ૨૮ સંવર્તક નામે વાયુ એક થોજન ભૂમિ શુદ્ધ કરે. ૨૯ મોર અને પોપટ વગેરે પક્ષી પ્રભુને પ્રદક્ષિણા દે. ૩૦ ગંદક (સુગંધીદાર પાણી ) ની વૃષ્ટિ. ૩૧ સમવસરણમાં ઢીંચણું પ્રમાણ ફૂલની વૃષ્ટિ થાય, તે ઉપર ચાલવા છતાં ફલેને બાધા ન થાય. ૩૨ પ્રભુને કેશ અને નખ વધે નહિ. ૩૩ પ્રભુની સાથે ઓછામાં ઓછા એક કોડ દે સાથે રહે. ૩૪ સર્વે ઋતુનાં ફળ તથા ફૂલે પ્રગટ થાય. ૧ પાંત્રીસ ગુણનાં નામ આ પ્રમાણે –૧ સંસ્કાર, ૨ દાય, ૩ ઉપચાર પરીતતા, ૪ મેઘ ગંભીર ઘષત્વ, ૫ પ્રતિનાદ વિધાયિતા, ૬ દક્ષિણત્વ, ૭ ઉપનીરોગત્વ, ૮ મતાર્થતા, ૯ અવ્યાહતત્વ, ૧૦ શિષ્ટત્વ, ૧૧ સંશયાભાવ, ૧૨ નિરાકૃતાન્યોત્તરત્વ, ૧૩ હૃદયંગમતા, ૧૪ મિથાસાકાંક્ષતા, ૧૫ પ્રસ્તાવૌચિત્ય, ૧૬ તત્વનિષ્ઠતા, ૧૭ અપ્રકીર્ણપ્રસૂતત્વ, ૧૮ અસ્વસ્લાઘા નિંદતા, ૧૯ આભિજાત્ય, ૨૦ અતિસ્નિગ્ધ મધુરત્વ, ૨૧ પ્રશસ્યતા, ૨૨ અમર્મવેધિતા, ૨૩ ઔદાર્ય, ૨૪ ધર્માપ્રતિબદ્ધતા, ૨૫ કારકાઘાવિપર્યાસ ૨૬ વિશ્વમાદિવિયુકતતા, ૨૭ ચિત્રકૃત્વ, ૨૮ અભૂતત્વ, ૨૯ અનતિવિલંબિતા, ૩૦ અનેક જાતિ વૈચિત્ર્ય, ૩૧ આરેપિતવિશેષતા, ૩૨ સત્યપ્રધાનતા, ૩૩ વર્ણપદવાકય વિવિતતા, ૩૪ અશ્રુચિછત્તિ, ૩૫ અખેદિત્વ. આનો સ્પષ્ટાથે આગળ આવશે. અતિશય અને વાણીના ગુણોનું મૂલ સ્થાન શ્રીસમવાયાંગ નામે એથું અંગ છે. તે ઉપરાંત શ્રીઉપદેશ પ્રાસાદ વિગેરેમાં પણ આ બીના આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy