SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ નાચિંતામણિ ] એકલે પણ સુર મહદ્ધિક વેણ ઈમ પરશાસ્ત્રમાં, વૈમાનિકો વાજાં વગાડે નાચતા રહી સંગમાં. ૭૪ અર્થ–સધળા વ્યંતર દેવો એકઠા મળીને પીઠિકા વગેરે બનાવે છે. તથા સમવસરણની રચના બધા દેવતાઓ ભેગા મળીને ખરા ભક્તિ ભાવથી કરે છે. બીજા શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે એક મહદ્ધિક દેવ પણ તેની રચના કરી શકે છે. અને વૈમાનિક દેવ આનંદમાં નાચ કરતાં કરતાં વાજાં વગાડે છે. ૭૪ . કઈ વિધિએ પ્રભુદેવ સમવસરણમાં સિંહાસનની ઉપર બેસે? વિગેરે જણાવે છે – કનક કમલે પગ ઠવી દિનકર તણા ઉદય ક્ષણે, પૂર્વના દ્વારે કરીને પેસતા ધુર જિન અને ચૈત્યવૃક્ષ પ્રદક્ષિણા દઈ પગ ઉપર બાજોઠની, ઠાવી નમીને તીર્થને બેસે ઉપર આસન તણ. ૭૫ અર્થ –દેવતાઓએ કરેલ આઠ કમલ ઉપર અનુક્રમે પગ મૂકતા મૂકતા, જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે પૂર્વ દિશાના દરવાજેથી પ્રથમ જિનેશ્વર સમવસરણમાં પ્રવેશ કરે છે. પછી ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણ દઈને બાજોઠની ઉપર પગ મૂકીને, “નમો હિન્દુસ્સ” એ પ્રમાણે બોલવા પૂર્વક તીર્થને નમીને પછી ઉપર બેસે છે. ૭૫ તીર્થને શા માટે નમસ્કાર કરશે તે કહે છે – સુયાણ સંઘ પ્રથમ ગણી ઈમ અર્થ ત્રણ છે તીર્થના, અરિહંતપદનો લાભ શુભ અભ્યાસથી સુયનાણના; અરિહંત પૂજે તીર્થને તેથી અધિક આદર ધરી; તીર્થની ભક્તિ કરીને સાધીએ જિનપદ સિરી. ૭૬ અર્થ તીર્થ શબ્દના ત્રણ અર્થ થાય છે તે આ પ્રમાણે-(૧) શ્રતજ્ઞાન (૨) સંધ અને (૩) પ્રથમ ગણધર. તેમાં શ્રુત જ્ઞાનના સારા અભ્યાસથી અરિહંત પદને લાભ મળે છે. એટલે તીર્થકર નામ કર્મ બંધાય છે. વળી અરિહંત પણ તીર્થને પૂજે છે. કારણ કે તેઓ સમવસરણમાં પ્રવેશ કરી સિંહાસનની ઉપર બેસે, તેની પહેલાં “ તિથ’ એ પ્રમાણે કહી તીર્થને નમે છે. માટે હે ભવ્ય જીવો! અત્યંત આદર (બહુમાન) ભાવ ધારણ કરીને તીર્થની ભક્તિ કરીને જિનપદસિરિ એટલે અનુક્રમે જિનનામ કર્મથી ઉદયમાં આવતા તીર્થકર પદની અદ્ધિ મેળવજો. ૭૬ તીર્થકર દેશના શા માટે આપે છે ? તે જણાવે છે – કતકૃત્ય જગગુરૂ તે છતાં જિન નામ કર્મ ખપાવવા, અગ્લાનિ દેતા દેશના દુખિયા તણાં દુઃખ ટાલવા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy