________________
શ્રી વિજયપદ્ધકૃિતજે ઝાડ નીચે નાણુ પ્રકટે ચૈત્યતરૂ તે જાણિએ,
તરૂ અશોક તણી ઉપર તે હોય ઈમ ના ભૂલિએ. ૭૧ અર્થ–પીઠના મધ્ય ભાગમાં જિનેશ્વરના શરીરના પ્રમાણુથી બાર ગુણું મોટું અશોકવૃક્ષ આવેલું છે. આ અશોકવૃક્ષના ઘેરાવાનું પ્રમાણ એક જન જેટલું હોય છે. પ્રભુને જે ઝાડ નીચે કેવળજ્ઞાન થાય છે, તે ચિત્યતરૂ અથવા ચૈત્યવૃક્ષ કહેવાય એમ જાણવું. આ ચૈત્યતર અશોકવૃક્ષની ઉપર હોય છે, એ વાત ભૂલવી નહિ. ૭૧ દેવછંદનું સ્વરૂપ જણાવે છે – મૂલ ભાગે તાસ દેવચ્છેદ દીપે તેહની,
ચારે દિશાએ ચાર સિંહાસન વિરાજે તેની આગળ વળી બાજોઠ જ્યાં પદ પંક્તિ શોભે પ્રભુ તણી,
પ્રત્યેક સિંહાસન ઉપર ત્રણ છત્રની શોભા ઘણ. ૭ર અર્થ –તે અશોકવૃક્ષના મૂલ ભાગની આગળ દેવછંદ શોભે છે. અને તેની ચાર દિશામાં ચાર સિંહાસન આવેલાં હોય છે અને તે દરેક સિંહાસનની આગળ એક એક બાજોઠ હોય છે. જેના ઉપર પ્રભુના બે પગ શેભે છે. તથા તે દરેક સિંહાસનની ઉપર ત્રણ છત્ર આવેલાં હોય છે, તે છત્રની ઘણું શભા હોય છે. અને એથી એમ જણાવાય છે કે પ્રભુદેવ ત્રણે લોકના સ્વામી છે. ૭૨ ધર્મચક્ર વિગેરેની બીના જણાવે છે – બે બાજુ ચામરધારી દેવ તિમ દરેક દિશા વિષે
આસન તણી સામે રહે વરધર્મ ચક્ર કમલ વિષે ચાર મોટા ધવજ તણું શોભા જનોના મન હરે,
પ્રભુ તણું આત્માગુલે ધન આદિ ઈમ વ્યુત ઉચ્ચરે. ૭૩ અર્થ–પ્રભુની બંને બાજુએ ચામર ધારણ કરનારા દે ઉભા રહે છે, તથા દરેક દિશામાં આસનની સામી બાજુએ કમલને વિષે ઉત્તમ ધર્મચક રહે છે. વળી ચાર મોટા મહેન્દ્ર ધવજ (ધજાએ)ની શોભા માણસોના મનને હરણ કરે છે અહીંઆ કહેલા દરેક પદાર્થોનાં ધનુષ્ય વગેરે માપ વર્તમાન (ચાલુ) પ્રભુના આત્માંગુ જાણવાં એ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલું છે. ૭૩ સમવસરણ વગેરેની રચના કણ કરે? તે વિગેરે જણાવે છે – પીઠિકાદિ બનાવતા સવિ વ્યંતરે ભેગા મળી;
સમવસરણ બધા સુર કરતા ધરી ભક્તિ ખરી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org