________________
દેશનાચિંતામણિ પ્રથમ બીજા ગઢ તણું વચમાં ઉભય બાજુ તણું,
દેઢ ગાઉનું આંતરૂં બીજા ત્રીજાનું ગાઉનું. ૬૯ અર્થ–સમવસરણની મધ્યમાં જ્યાં પ્રભુ બેસે છે ત્યાંથી માંડીને છેલ્લા પગથીયાનું તળીઉં સવા ત્રણ ગાઉ છેટે (ઘર) રહેલું હોય છે. એ પ્રમાણે શ્રી પ્રભુદેવના પવિત્ર આગ. મમાં કહ્યું છે. કારણ કે એક જનના સમવસરણમાં વચ્ચે પ્રભુ બિરાજતા હોવાથી બે ગાઉ થયા. અને પ્રથમ રૂપાના ગઢના બારણું બહાર શરૂઆતના દશ હજાર પગથીઆ એક એક હાથ પ્રમાણ પહોળાઈના હોવાથી તેના દશ હજાર હાથ એટલે તેના અઢી હજાર ધનુષ્ય થયા. તેના સવા ગાઉ થાય. તે બે ગાઉમાં મેળવતા સવા ત્રણ ગાઉ થયા. વળી પ્રભુની બેઠક જમીનથી અદ્ધર રહે છે. આ પ્રમાણે ગેળ સમવસરણની હકીક્ત જાણવી. હવે સમચતુરસ્ત્ર એટલે ચારે બાજુ સરખી હોય તેવા ચેરસ સમવસરણની હકીકત જણાવે છે. આ ચોરસ સમવસરણને વિષે બે ગઢની બે બાજુની થઈને ચાર ભીંતે જાણવી. બહારને ગઢ અહીં ગણતરીમાં લે નહિ. આ એક એક ભીંત સો ધનુષ્ય પ્રમાણુ પહોળી હોવાથી ચાર ભીંતેના ચારસો ધનુષ્ય થયા. પહેલા અને બીજા ગઢની વચમાં બંને બાજુનું થઈને દઢ ગાઉન આંતરું છે. તથા બીજા અને ત્રીજા ગઢની વચ્ચે બંને બાજુનું થઈને એક ગાઉન ઉતરે છે. એવી રીતે દેઢ ગાઉ, અને એક ગાઉ તથા ચારસો ધનુષ્ય, અને અંદરના ગઢની અંદરની છવીસસો ધનુષ્યની પહેળાઈ એ બધું એકઠું કરતાં ચાર ગાઉ અથવા એક જોજન થાય છે. આ સંબંધી વિશેષ બીના શ્રીલોક પ્રકાશમાંથી જાણવી. ૬૮-૬૯ પીઠનું સ્વરૂપ જણાવે છે – મણિ રત્ન કેરા પીઠના પ્રભુ દેહ માને ઉચ્ચતા,
ત્રણ પગથિયા ચાર કરે તેને શોભાવતા; પીઠની લંબાઈ બસ્સો ધનુષની તિમ પૃથુલતા,
ભૂમિથી અઢી ગાઉ ઉંચું પીઠ વાચક બેલતા. ૩૦ અથ–સસરણની અંદર આવેલા મણિ રત્નના પીઠની ઉંચાઈ પ્રભુના શરીરના પ્રમાણુના અનુસાર જાણવી, આ પીઠને ત્રણ પગથીઆવાળા ચાર બારણું ભાવે છે. પીઠની લંબાઈ બસે ધનુષ્યની છે તેમ પહોળાઈ પણ બસો ધનુષ્ય પ્રમાણ છે. અને આ પીઠ જમીનથી અઢી ગાઉ ઉંચું છે એ પ્રમાણે વાચક એટલે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શ્રીલેકપ્રકાશમાં જણાવે છે. ૭૦ અશેકવૃક્ષ તથા ચૈત્યવૃક્ષાદિની બીના જણાવે છેપીઠ કેરા મધ્યમાં જિનદેહથી દ્વાદશ ગણું,
તરૂઅશોક પ્રમાણ જન માન ઘેરાવા તણું;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org