________________
૬૮
[ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅર્થ-ત્રણ ગઢની છ ભીંત થઈ અને એક ભીંતની પહોળાઈ તેત્રીસ ધનુષ્ય અને બત્રીસ આંગુલ છે, માટે તેને છ ગુણા કરતાં બસ ધનુષ્ય થાય. કારણ કે તેત્રીસને છ ગુણ કરતાં એક અઠાણું થાય. અને ઉપરના બત્રીસ આંગુલને છ ગુણુ કરતાં એક બાણું આંગુલ થાય. છનુ આંગુલને એક ધનુષ્ય થાય માટે તેમાંથી બે ધનુષ્ય આવ્યા, તે એકસો અઠાણુમાં મેળવતાં બસ ધનુષ્ય થયા. અહીં સૌથી બાહેરને જે રૂપાને ગઢ છે તેની ઉપર ચઢવાને શરૂઆતમાં દશ હજાર પગથી કહ્યાં છે તેની પહોળાઈ અહીં ગણવી નહિ. કારણ કે તે ગઢની બહાર આવેલાં છે. પ્રથમ ગઢની અંદરની સરખી ભૂમિના પચાસ ધનુષ્ય તથા પગથીઆના બારસો પચાસ ધનુષ્ય થાય. કારણ કે પાંચ હજાર પગથી છે તે દરેકની પહોળાઈ એક એક હાથની છે માટે પાંચ હજાર હાથ પગથીઆની પહોળાઈના થાય. ચાર હાથને એક ધનુષ્ય થાય માટે તેને ચારે ભાગતાં બારસો પચાસ થયા. તેમાં ઉપર ગણવેલા પચાસ ધનુષ્ય ઉમેર્યા એટલે તેરસે ધનુષ્ય થયા. આટલું એક એક ગઢની મધ્યનું એક તરફનું આંતરું થયું. અને બીજી તરફ પણ તેટલું આંતરૂં થાય. એટલે છવીસસો ધનુષ્ય પહોળાઈ બંને બાજુની થાય. ૬૫-૬૬ એમ બીજા બે ગઢનું મધ્ય અંતર જાણીએ,
ત્રણ ગાઉ બાણ અઢારસો ત્રણ મધ્યમાન વિચારીએ; છ ભીંતની પહોળાઈના બસ્સો ધનુષ્ય વધારતા,
એક જન સમવસરણતણું તમામ મિલાવતા. ૬૭ અર્થ –ઉપર કહ્યા પ્રમાણે બીજા બે ગઢના મધ્ય ભાગનું પણ આંતરું જાણવું. એવી રીતે ત્રણે ગઢના મધ્યનુ આંતરૂં છવીસસો ધનુષ્યને ત્રણ ગુણ કરતાં ઈ હોતેરસો ધનુષ્ય એટલે ત્રણ ગાઉ અને અઢારસો ધનુષ્ય જાણવું. તેમાં પ્રથમ ગણાવેલ છે તેની પહોળાઈને બસો ધનુષ્ય ઉમેરીએ, ત્યારે બધું મળીને આઠ હજાર ધનુષ્ય એટલે એક જન સમવસરણનું પ્રમાણ થાય છે. બે હજાર ધનુષ્યને એક ગાઉ તે આઠ હજાર ધનુષ્યના ૪ ગાઉ થાય. અને ૪ ગાઉને એક જન થાય. ૬૭ ગોળ સમવસરણની બીના પૂરી કરીને ચેરસ સમવસરણની બીના ટૂંકામાં બે ગાથા વડે જણાવે છે – પ્રભુ બેસતા ત્યાંથી જ છેલ્લા પગથિયાનું તલ કહે,
આગમ સવા ત્રણ ગાઉ દૂરે જમીનથી અદ્ધર રહે; સમવસરણ કહીજ બીના ગોળ સમવસરણ તણી,
ચતુરસ સમવસરણ વિષે બે ગઢ તણી બે બાજુની. ૬૮ ચાર ભીંતે જાણવી ગણો નહી ગઢ બહાર,
પ્રત્યેક પહોળી સે ધનુષ ઈમ મેળ ચઉસય ધનુષને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org