SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ]. પીળો હોય છે. અને તે હાથમાં ધનુષ્ય રાખે છે. ચાર પ્રકારના દેવમાં આ દેવને વૈમાનિક દેવ તરીકે ગણવે. (૨) દક્ષિણ દિશાના દરવાજે વ્યંતરનિકાયને યમ નામે દેવ દ્વારપાલ હોય છે. રંગે તે સફેદ હોય છે. અને તે હાથમાં દંડ રાખે છે. આ યમદેવ દક્ષિણ દિશાનો દિપાલ દેવ પણ કહેવાય છે. તે સ્વભાવે ક્રૂર હોય છે અને આશાતના કરનારા જેને ઉપદ્રવ કરે છે. આ ઈરાદાથી સૂતી વેલાએ દક્ષિણ દિશા તરફ પગ લાંબા કરીને ન સૂવું જોઈએ. તે તરફ માથું રખાય. શરીરમાંથી જીવ નીકળ્યા બાદ મૃતક (મડદા)ને પગ તે બાજુ રાખવા એવો વ્યવહાર પણ છે. આ બીનાને સમજનારા ભવ્ય છે અનેક વિશિષ્ટ ધાર્મિક કાર્ય પ્રસંગે દક્ષિણ દિશાનું પણ વર્જન (ત્યાગ) કરે છે. (૩) પશ્ચિમ દિશામાં વરૂણ નામે દ્વારપાલ હોય છે. તે રંગે રાતે છે અને હાથમાં પાશને રાખે છે. તથા તે તિષ્ક દેવમને એક દેવ છે. (૪) ઉત્તર દિશામાં ધનદ નામે ભુવનપતિ દેવ દ્વારપાલ હોય છે. તે રંગે કાળ હોય છે. અને હાથમાં ગદા રાખે છે. ૬૩ ત્રીજા ગઢના પીઠનું માપ વિગેરે જણાવે છે – મધ્યમાં સમભૂમિ તલપીઠ એક ગઉ છસ્સો ધણુ, એમ બે ગઢ બેઉ બાજુ માન ગણિએ મધ્યનું ભીંતની પહોળાઈ આદિ તણા ધનુષ્ય મિલાવીએ, સમવસરણ પ્રમાણનું ઈમ એક યોજન લાવીએ. ૬૪ અર્થ –આ ત્રીજા ગઢની અંદર એક ગાઉ અને છસે ધનુષ્ય પ્રમાણુવાળી સરખી ભૂમિરૂપ પીઠ આવેલ છે અથવા ત્રીજા ગઢની અંદરની પહોળાઈ આટલી જાણવી. એવી રીતે બંને ગઢની બે તરફની બે બાજુનું પ્રમાણ અને સૌથી અંદરના ગઢનું વચલું પ્રમાણ, તેમાં ભીંતની પહોળાઈ તથા પગથીઆનું પ્રમાણ વિગેરે એ બધું એકઠું કરીએ ત્યારે સમવસરણનું પ્રમાણ પૂરેપૂરું એક યોજન થાય. ૬૪ સમવસરણના જનની ગણત્રી લાવવાને ઉપાય ત્રણ લોકમાં જણાવે છે – છ ભીંત વર ત્રણ ગઢ તણી તિણ ભીંતની પહોળાઈને, છ ગુણ કરતાં દસય ધણુ ઈહ દસ સહસ સંપાનને ગણવા નહિ તે બહાર છે ધુરગઢ તણા સમદેશના, પચ્ચાસ ધનુ તિમ બારસો પચ્ચાસ ધનુ પાનના. ૬૫ સોપાન સંખ્યા પણ સહસની જાણવી પચાસને, નાંખ સાડી બારસોમાં તેરસો ધનુ જાણીને રૂયાદિ ગઢના મધ્ય કેરૂં આંતરૂં ઈગ બાજુનું, બીજી તરફ પણ તેટલું છવ્વીસસો ધનુબેઉનું. ૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy