________________
[ શ્રી વિજયપધસૂરિકૃતહવે દેવતાઓએ કરેલ સમવસરણનું વર્ણન પ૬ થી ૭૪ ગાથા સુધીમાં કરે છે. સમવસરણ તણી કરે રચના મનોહર દેવતા,
- ચાર ગાઉ પ્રમાણ ભૂમિ અનિલદે શોધતા; મેઘ કમર સુરે સુરભિ જલ ભક્તિથી વરસાવતા,
ઋતુ અધિષ્ઠાયક સુરો બહુ જાતિ કુલ વિસ્તારતા. ૧૬ અર્થ-જ્યારે રાષભદેવ પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારે દેવતાઓએ સુંદર સમવસરણની રચના કરી. તે વખતે પ્રથમ વાયુકુમાર દેવોએ વાયુ વડે ચાર ગાઉ પ્રમાણ જમીન શુદ્ધ કરીને કચરો વગેરે અશુચિ દૂર કરી. ત્યાર પછી મેઘકુમાર દેએ ભક્તિપૂર્વક સુગંધીદાર પાણીને વરસાદ વરસાવ્યું. તથા તુના અધિષ્ઠાયક દેવોએ ઘણા પ્રકારના સુગંધીદાર ને વિસ્તાર કર્યો. અહીં કહેલા વાયુકુમાર તથા મેઘકુમાર દેવો ભવનપતિ જાતિના દેવ જાણવા. પ૬ વ્યંતરદેવ પીઠની રચના કરે વિગેરે જણાવે છે – પીઠ મણિરત્ન જડિત કંચન તણું વ્યંતર કરે,
ગઉ સવા ઉચું જમીનથી જેહ જોતાં મન કરે; ભુવનપતિ ત્યાં દસ સહસ સંપાન ઉચે હારનો,
- સેના તણે કપિશીર્ષવાળે ગઢ પ્રવર રૂપાંતણે. પ૭ અર્થ –તે વખતે ચન્તર જાતિના દેવે મણિ વિગેરે રત્નોથી જતું એવું સેનાનું પીઠ (પીઠિકા) બનાવે છે. તે જમીનથી સવા ગાઉ ઉંચું હોય છે. જેને જોઈને મન ઘણું રાજી થાય છે. વળી ભુવનપતિ દેવતાઓ બહારને ગઢ રચે છે. તે ઉત્તમ જાતિના રૂપાને બનાવે છે. અને તેના ઉપર સેનાના કપિશીર્ષ એટલે કાંગરા હોય છે. આ ગઢમાં જવાને દશ હજાર પાન એટલે પગથી ચઢવા પડે છે. એટલે આટલી ઉંચાઈએ પહેલે ગઢ આવેલ છે. ૫૭ પગથીયાની ઉંચાઈ વિગેરે જણાવે છે– રંગે બનાવે પૃથુલતા ઉંચાઈ ઈગ ઈગ હાથની,
પ્રત્યેક સોપાને સવા ગઉ માપણી એ સર્વની, ગઢ ભિત્તિ ઉંચી પાંચસો ધનુ તેમ તેત્રીસ ધન અને, તે અંગુલ કુતીસ જાડાઈમાં કહ્યું જોઈ લેક પ્રકાશને. ૫૮
અથ–સત્તાવનમા શ્લોકમાં જણાવ્યા મુજબ આનંદથી ભુવનપતિ દે રૂપાને ગઢ બનાવે છે. અહીં આ દશ હજાર પગથીઆમાંનું દરેક પગથીઉં એક હાથ ઉંચું તથા એક હાથ પહેલું હોય છે. તેથી દશ હજાર પગથીઆનું માપ સવા ગાઉ થાય છે. કારણ કે દશ હજાર પગથીઆના દશ હજાર હાથ થયા. અને એક ગાઉના આઠ હજાર હાથ થાય છે, માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org