________________
દેશનાચિંતામણિ ] કેવલજ્ઞાન વગેરે અનંત ગુણોથી શોભે છે. ઓછામાં ઓછા ક્રોડ દેવો તમારા ચરણની સેવા કરે છે. હે નાથ! આ ક્ષેત્રમાં લગભગ નાશ પામેલ ધર્મરૂપી વૃક્ષને ઉપજાવવાને બીજની જેવા આપને હું પ્રણામ કરું છું. પર માહાસ્ય અનહદ આપનું નિજ નિજ થેલે જે સંવસે,
તે અનુત્તર દેવના સંદેહને કેવલ વશે; જાણી કરંતા દૂર તેઓ સ્વર્ગમાં વાસ કરે,
જે તે તમારી સાત્ત્વિકી ભક્તિ કરી તેના બેલે. ૫૩ ' અર્થ–હે પ્રભુ! આપનું માહાસ્ય પાર વિનાનું છે, જેથી કરીને પોતપોતાને સ્થાનકે રહેલા જે અનુત્તરવાસી દેવતાઓ પિતાના સંદેહ આપને પૂછે છે, તે કેવલજ્ઞાનથી જાણીને આપ તેને જવાબ આપીને સંદેહ દૂર કરે છે. આ અનુત્તરવાસી દેવો સ્વર્ગમાં વસનારા થયા, તે પણ તેઓએ આપની જે સાત્વિકી ભક્તિ કરી હતી તેનું જ ફલ છે. ૫૩ શાસ્ત્રનો અભ્યાસ આપે ક્લેશ કેવલ મૂખને,
1 તિમ શ્રમ નિબંધન તીવ્ર તપ પણ ભક્તિહીન મનુષ્યને, આપની સમદષ્ટિ સ્તુતિ નિંદા કરંતા નર વિષે,
તે છતાં એને શુભાશુભ ફલ મલે આશ્ચર્ય એ. ૫૪ અર્થ –જે મૂર્ખ મનુષ્ય હેય તેને શાસ્ત્રને અભ્યાસ ઘણે કલેશ આપનાર થાય છે. અથવા મૂખને શાસ્ત્રને અભ્યાસ કાંઈ ફાયદો કરતું નથી. તેવી જ રીતે આપની ભક્તિ રહિત મનુષ્યને તીવ્ર એટલે આકરું તપ તે ખરેખર શ્રમનું નિબંધન એટલે કારણે થાય છે. અથવા ભક્તિ રહિત તપ નિર્જરાનું કારણ થતું નથી. તથા જે મનુષ્ય આપની સ્તુતિ એટલે વખાણ કરે છે તથા જે મનુષ્ય આપની નિંદા કરે છે તે બંનેના ઉપર આપની તે સમ એટલે એકસરખી અથવા રાગદ્વેષ રહિત દષ્ટિ છે, તે પણ તે સ્તુતિ કરનારને શુભ ફલ, અને નિંદા કરનારને અશુભ ફલ મલે છે. એ મને આશ્ચર્ય લાગે છે. ૫૪ સ્વર્ગની લક્ષ્મી થકી પણ ના લહું સંતોષને,
આપમાંહિ ભક્તિ પ્રકટે ભૂરિ વિનવું આપને જય જિનેશ્વર! કલ્પ વિટપી સર્વ કામિત પૂરણે,
ધન્ય રસના માહરી જેથી સ્તવ્યા મેં આપને. પપ અર્થ – હું મારી સ્વર્ગની લક્ષ્મીથી પણ સંતેષને પામતું નથી. હું તો આપની ઉપર નિરંતર ભભવ મારો ભક્તિભાવ વિશેષ પ્રગટ થાય તેવી આપની આગળ વિનતિ કરું છું. હે જિનેશ્વર ! તમે જય પામો. વળી હે પ્રભુ તમ સર્વ કામિત એટલે કામનાઓ અથવા ઈચ્છાઓ પૂરણ કરવામાં કલ્પવિટપી એટલે કલ્પવૃક્ષ સમાન છે. મારી રસના એટલે જીભને પણ ધન્ય છે કે જેના વડે મેં આજે આપની સ્તુતિ કરી. પપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org