________________
૫૫
દેશનાચિંતામણિ ] ભારડ પક્ષીની પરે અપ્રમાદ શિાહીર કરિપરે,
બલવંત બળદ તણીપરે દુર્ઘર્ષ સિંહ તણી પરે; અપ્રકંપ મેરૂનિદર્શને ગંભીર રયણાયર પરે,
સેમ્ય લેશ્ય શશીપરે તિમ તેજવંતા રવિપર. ૪૩ અર્થ--તમે ભાખંડ પક્ષીની પેઠે અપ્રમાદ એટલે પ્રમાદ રહિત છે. તથા હાથીની પેઠે કર્મરૂપ શત્રુના લશ્કરને હરાવવાને શૂરવીર છે. વળી બળદની પેઠે તમે મહાવ્રતને ભાર ઉપાડનારા છે, સિંહની પેઠે દુર્ષ છે એટલે પરીષહાદિ રૂપ હરિણથી ન છતાય એવા આપ છો. તથા મેરૂનિદર્શને એટલે મેરૂના દષ્ટાન્તથી આપ અપ્રકંપ એટલે કેઈથી પણ ચલાયમાન ન કરી શકાય તેવા છે. વળી રયણાયર એટલે સમુદ્રની પેઠે ગંભીર છો. ચંદ્રમાની પેઠે શાંત કાંતિવાળા આપે છે. તથા સૂર્યની પેઠે દિuતેજા એટલે અત્યંત તેજસ્વી છે. ભારંડ પક્ષિને એક પેટ હોય, ડોક જુદી જુદી હોય, ત્રણ પગ હોય, અને મનુષ્ય જેવી ભાષા બોલે, તેવી તે ભાષા બોલે છે. તે બે જીવને જે ટાઈમે જુદા જુદા ફલ ખાવાની ઈચ્છા થાય, તેજ ટાઈમે તે બે મરણ પામે છે. મરણના ભયથી તે પક્ષી સાવચેત રહે છે, પ્રમાદને ત્યાગ કરે છે. તેવા શ્રી ઋષભદેવ પ્રભુ છે. ૪૩ પૃથ્વી તણા દ્રષ્ટાંતથી છે સર્વ સ્પર્શવિસહ તમે,
જાત્ય કંચનની પરે છે જાત રૂપ પ્રભુ તમે, સુહત અગ્નિ નિદર્શને જ્ઞાનાદિ તેજે દીપતા,
દ્રવ્યાદિમાં નીરાગ પાપસ્થાન સઘલા દંડતા. ૪૪ અર્થ:--પૃથ્વીના દષ્ટાંતે તમે સ્પર્શવિરહ એટલે ઉના ઠંડા વિગેરે તમામ સારા નરસા સ્પર્શને સહન કરે છે. તથા જાતિવંત સેનાની પેઠે હે પ્રભુ ! તમે જાતરૂપ એટલે નિર્મલ સ્વભાવવાળા છે. સુત એટલે સારી રીતે આહુતિ અપાએલ અગ્નિની જેમ તમે જ્ઞાન વગેરેના તેજથી દીપે છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એમ ચાર ભેદથી તમે નીરાગ એટલે રોગરહિત છે. વળી તમેએ અઢારે પાપસ્થાનકોને ત્યાગ કર્યો છે. ૪૪ દાનશાલા અભયદાન તણી જિનેશ્વર ! આપ છો,
| સર્વથા હિંસા તણે પરિહારકારક આપે છે; હિતકારી સત્ય પ્રિય વચન અમૃતપાધિ આપ છો,
તિમ અદત્તાદાનના પરિહારકારક આપ છો. ૪૫ અર્થ –હે જિનેશ્વર! આપ અભયદાનની દાનશાલા છે, કારણ કે આપે સર્વ છોને અભયદાન આપનાર “અહિંસા પરમે ધર્મ” આ અચલ સિદ્ધાંતની નિર્દોષ પ્રરૂપણ (દેશના) કરી છે. વળી તમે સંપૂર્ણપણે હિંસાના પરિહારકારક એટલે ત્યાગ કરનારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org