________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર પ્રશંસાને તે તે ધર્મનું બીજ કહે છે. અહિંસાદિ ધર્મ કે ક્ષમાદિ ગુણ સિદ્ધ કરવા હોય તો પ્રથમ નંબરે એની પ્રશંસા કરે. એ બીજ છે, પછી એમાંથી એની તીવ્ર અભિલાષારૂપી અંકુર ફૂટશે અને આગળ આગળ એમાંથી કમશઃ થડ, ડાળ પાંખડાં-મહેર થઈને તે તે ધર્મ કે ગુણસિદ્ધિનું ફળ નીપજશે. પરમેષ્ઠી ભગવં. તોના ગુણેની અનુદના એ બીજ છે, એમાંથી ઠેઠ ગુણસિદ્ધિ રૂપ ફળ આવવાની શક્યતા ઊભી થાય છે અને સ્વયં-પરમેષ્ઠી બનવાનું સાંપડે છે.
ત્યારે પ્રાર્થનાનું મહત્ત્વ તે એટલું બધું છે કે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે “ત્યમેવાણતિ” અર્થાત પ્રાર્થનાથી જ ઈષ્ટ ફળની સિદ્ધિ થાય છે. જે આપણે પરમેષ્ઠી બનવા માટે પરમેષ્ઠીને નમીએ છીએ તે સમજી રાખવું જોઈએ કે પરમેષ્ઠીપણ માટેના આવશ્યક ગુણેની સિદ્ધિ એની પ્રાર્થના કરવાથી જ થશે. જ્યાં ઈષ્ટદેવ આગળ પ્રાથના નથી, ત્યાં ઘમંડ છે; ભલે વસ્તુપ્રાપ્તિની અભિલાષા હોય તો પણ કેવળ આત્મશક્તિ ઉપર તે પ્રાપ્તિ કરવી છે એટલે એ સ્વશકિતને છેટે વિશ્વાસ છે. ઇષ્ટદેવની કૃપા સંપાદન કર્યા વિના કેઈ સિદિદ થઈ શકે નહિ. મેટા ગણધર ભગવાને પણ નમેણું અરિહંતાણુ ભગવંતાણ કરીને સામર્થ્યોગને નમસ્કાર પ્રાપ્ત કરવા માટે પ્રાથના કરતા જ રહે છે. તે શું રાબેતે સાચવવા? કે સારું દેખાડવા ? ના, ખરેખર ઉપાય સમજીને. એવા સ્વયં દ્વાદશાંગી રચનારા મહાપુરુષ પણ સમજે જ છે કે પ્રાર્થનાથી જ ઈષ્ટસિદ્ધિ થાય. તે આપણું માટે શું તે વિના જ થશે? ના, પ્રાર્થનાથી જ થશે. માટે
પરમેષ્ઠીને નમસ્કાર એમના ગુણેની અનુમોદનાની જેમ એ ગુણે માટેની પ્રાર્થનાવાળ જોઈએ.
અહીં એટલું ધ્યાનમાં રહે કે પ્રાર્થના એટલે યાચના છે, ભીખ છે, તે પણ પરમેષ્ઠીના ગુણેની. ત્યારે એ તે સમજે જ છે કે એ ગુણેમાં શું આવે? ક્યાંય વિષયાસક્તિ, કષાયનું સેવન, હિંસાદિ પાપે, રાગ-દ્વેષ, ઈન્દ્રિય-ગુલામી વગેરે નહિ આવે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org