________________
८४
શ્રી સમરાદિત્ય - યશોધરમુનિ ચરિત્ર
અને ધર્મ સાધનાનાં ભાવેલ્લાસની છાયા સમગ્ર જીવન પર પડવી જોઈએ. તે એવી કે એ આત્માના દોષ-દુગુણ- દુષ્ટકૃત્ય પર ઘા કરે, એમાં ઓછપ લાવે, જીવનવ્યવહાર શુદ્ધતર બનાવે. એ શુદ્ધિ વધતાં સહજ સ્વાભાવિક ભવવિરાગ અને ખરેખરી તરવરુચિ જગાવી મિથ્યાત્વને નાશ કરે, વિરાગ વધારી અવિરતિ મૂકાવે, અહિંસા ઈત્યાદિ વધારે ક્ષમાદિ વધારી કષાયને સાવ મેળા પાડી દે. એમ પ્રમાદ, અજ્ઞાન, વગેરે દોષોને નાશ કરે. આ બધું કરવાની તાકાત ધમસાધનાની ને ભાલાસની છાયામાં છે.
સારાંશ ત્રણ સાધન, ત્રણ સાધ્ય :
(૧) માનવજીવન એ સાધન, ધર્મસાધના : એ સાધ્ય; (૨) ધર્મ-સાધના એ સાધના, શુભ પરિણતિ એનું સાધ્ય; (૩) શુભ ભાલ્લાસ એ સાધન, અને દેષ-દુગુણ-દુષ્કૃત્યે હંસ એ સાધ્ય.
સાધ્ય સાધનને વિવેક કરી, માત્ર સાધનામાં અટવાઈ ન જતાં સાધનની સગવડમાં સાધ્ય સાધતા આવવાનું લક્ષ રહેવું જોઈએ, (૧) જીવન જીવતાં જીવતાં ધર્મ ન ભૂલીએ, (૨) ધર્મ કરતાં કરતાં ભાવ ન વિસરીએ, ને (૩) ભાવ ઊલસવા સાથે જીવનમાંથી દેશે અને પાપે ઓછા કરતાં ચાલવાનું ન ચૂકીએ.
નવકારમંત્રનું સ્મરણ એક મહાન ધમસાધના છે, તે જીવનની દરેક પ્રવૃત્તિમાં એને પ્રધાન સ્થાન આપીએ; તે નવકાર
સ્મરણ પણ ખૂબ ભાવોલ્લાસ અને શુભ પરિણતિ વિકસતી રાખીને કરીએ અને એની પણ છાયા ઝીલી દેષ-ગુણે અને પાપ ઓછા કરતા જઈએ. એવું વીતરાગ પ્રભુનું નામસ્મરણ દશન-પૂજન ગુણગાન વગેરે ધર્મસાધના જીવનનું સાધ્ય બને. પ્રભુનું નામ શા માટે લેવું?
સવારે ઉઠી પહેલાં જીવનમાં સાથ તરીકે પરમાત્માનું નામ શા માટે લેવાનું? પ્રભુ બહુ સારા છે માટે? સારા હૈય, પણ આપણે યાદ કરવાની શી જરૂર? કહે, એટલા જ માટે કે એમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org