________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર
પવિત્ર થાય છે! વિકારભરી ઇન્દ્રિય શાન્ત થાય છે! વાહ કે નમસ્કાર! કે નવકાર !-કોડેની સંપત્તિ ઉપકાર નહિ કરી શકે એ આ નવકાર કરી શકે છે... કેવા અરિહંત! કેવા સિદ! નવકારના અક્ષરે કેટલા પવિત્ર ! કેવા ચમત્કારિક ! સપને રણેન્દ્ર બનાવ્યા! સમડીને રાજકુમારી બનાવે !” ... બસ, આવી આવી ભાવનાઓ ભાલ્લાસ અને શુભ પરિણતિ વિકસાવવામાં સહાયક બને છે. (૩) સાધનના સાધ્યનું સાધ્ય :
તે બે સાધ્યને વિચાર કર્યો. હવે છેલ્લે ત્રીજા સાધ્યને વિચાર કરીએ.
પ્ર–શભ પરિણતિ વિકસ્વર કરવી, શુભ ભાલાસ વિકસ્વર કરવા એ તે નવકાર-સ્મરણાદિ ધર્મસાધનાનું સાધ્ય થયું, પરંતુ એ વળી કેઈનું સાન છે? એનાથી કઈ સાચ સાવાનું બાકી રહે છે ?
ઉ–હા, એ શુભ ભાવેલ્લાસથી આત્મામાં અનાદિના વેંધેલા રાગ-દ્વેષ, મોહ-મદ-મત્સર, વિષયલાલસા-લંપટતા વગેરે દેશે ઓછા કરી નાખવાના છે. માટે દોષોને હાસ એનું સાધ્ય બન્યું. આ મહાસાધ્ય છે, કેમકે એની પરાકાષ્ઠાએ જીવ વીતરાગ સર્વજ્ઞ બની મેક્ષે સિાવે છે. એટલે હવે શુભ ભાલાસરૂપી સાધનનીય પ્રવૃત્તિ આ દેવહૂાસના ઉદ્દેશથી જોઈએ. અર્થાત માત્ર સાધનથી ખુશ ન થતાં કે સાનમાં જ અટવાઈ ન જતાં એનાથી સાધ્ય સધાતું આવે છે ને, એ લક્ષ પાકું રાખવાનું છે. ભાલ્લાસ છતાં વિટંબણું –
કેટલીકવાર કહીએ તે છીએ કે આજ પ્રતિકમણમાં બહુ ઉલ્લાસ આવ્ય! સ્નાત્રમાં ભારે ભકિત-રમઝટ જામી! ઉપવાસમાં બહુ આનંદ આવ્યું...” ઈત્યાદિ; પરંતુ પછી એની જીવન પર કઈ અસર પડી? એ ખાસ જોવાનું છે. પ્રતિકમણ એટલે પાપને બળાપે કરી પાપના ભારને હલકા કરવાને એમાં ઉલ્લાસ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org