________________
નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન ૮૧ રહી કે નવકાર પરમ પ્રભાવી હોવા છતાં એના ઉદેશ વિનાના જાપમાત્રથી વિશિષ્ટ પ્રગતિ નહિ થાય. નવકાર જપતાં શું લક્ષ રહે? –
નવકારસ્મરણ પણ એક સાન છે, એનું સાધ્ય ભાલ્લાસની વૃદ્ધિ અને શુભ પરિણુતિને વિકાસ છે. માટે જેવી રીતે માનવજીવનનું સાય ધર્મ સાધના છે, તે જીવન જીવતાં ધમસાધના કરતા રહેવાની તાલાવેલી અને પુરુષાર્થ મુખ્યપણે જોઈએ; તેવી રીતે નવકાર-સ્મરણાદિ ધર્મ સાનાનું સાધ્ય શુભ પરિણતિને વિકાસ છે. તો એ કરતાં કરતાં શુભ પરિણતિની જાગૃતિ અને વિકાસ કરતા રહેવું જોઈએ. જ્યારે જ્યારે નવકાર સમરીએ ત્યારે ત્યારે આ ઉદેશ-આ સાધ્ય લક્ષમાં હેય એટલે નવકાર સ્મરતાં જઇએ અને ભાલ્લાસ ખીલવતા જઈએ, તથા આત્માની શુભ પરિણતિને વિકસાવતા જઈએ. નવકારમાં પરિણતિ વિકસાવનારી કઈ ભાવના ? :
નવકારસ્મરણમાં ભાવલાસ અને શુભ પરિણતિ વિકસાવવા માટે આ ભાવનાઓ ઉપયોગી છે કે “અહે! જગતની બહુ જ ઘોડી અને અતિદુર્લભ તથા પરમ કિંમતી વસ્તુઓ પૈકીને કે આ પરમેષ્ઠી નમસ્કાર! ત્યારે શ્રેષ્ઠ ગુણમૂતિ અને શ્રેષ્ઠ વાસ્તવિક પ૫કારમાં રક્ત કેવાક આ પરમેષ્ટી! આ મને શું મળી ગયું ? કયાં મળે આ ?
પરમેષ્ઠી સમાન જગતમાં કોઈ બીજી વ્યક્તિ નથી; ને એવી પરમેષ્ઠી ભગવાન આગળ હું કઈ વિસાતમાં નથી.
તે મહાપતિત, મહાનાલાયક, મહાપાપભર્યો! મારે અને પરમેષ્ઠીને પેગ બને જ શાને? પણ આ બની ગયો છે! એ કઈ મારા ભાગ્યદયની અવધિ નથી. પ્રભુ! દયા કરજે આ અનંતકાળના દીનદુખિયારા પામર પ્રાણી ઉપર. આપ તે તરી ગયા, હું રખડત છું. તમને નમસ્કાર કરવાથી મારાં તન-મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org