________________
*
નવકારમાં જિનશાસન : માનવભવ ધર્મનું સાધન ૭૫ કરી, તે બાપ એ છે, છોકરાને પાકે દે છે, ગમાર! આ શા ધંધા કર્યા? બધે શણગાર અને ઠીકઠાક ક્યું તેથી શું? આ માટે દુકાન ખાલી છે? મૂરખ! કમાણુ શી કરી? આમ ચલાવીશ તો ભીખ માગીશ ભીખ! એક દિ' દુકાન ને મૂડી બધું ઊડી જશે !” આમ બાપ કહે ને? :
એમ, તમે મનુષ્યજીવનમાં પિસા કમાયા, સારું ઘર બનાવ્યું, સરસામાન વસાવ્યા, સારું ખાધું પીધું, અને ગળ્યું, પણ ધર્મસાધના ન કરી, પુણ્ય ન કમાયા, તે તમને ગમાર કહેનાર કઈ છે? મૂરખ રહ્યા સમજાય? એમ ને એમ ચલાવ્યું તે અંતે ભીખ માગવાને અવસર આવે, જીવન અને પુણ્ય મૂડી, બધું ઊડી જશે!” એમ લાગે ખરું? છતી બાજી હારી ગયા -
ઋષભદાસ કવિ કહે છે. મુખ બે મીઠી વાણી, ધન કીધું ધૂળધાણ જીતી બાઇ ગયે હારી રે....સાસરિયામાં.
મેઢે મીઠું મીઠું બોલ્યા, બીજાને સારું લગાડયું, વાહવાહ મેળવી, અને એ ધંધામાં પૂરવનું પુણ્યધન ધૂળધાણી ક્યું! પરિણામ? ઠેઠ એકેન્દ્રિયપણામાંથી જીવનની બાજી જીતતાં જીવતાં જે આજે માનવભવના થાળા સુધી આવ્યા, તે હવે જીતેલી બાજી હારી ગયા! કેમ વારૂ આમ? માનવજીવન તે ધમઆરાધનાનું સાધન હતું, તે સાધન હાથમાં આવ્યા પછી સાધ્ય ધર્મ સાધવાનું ભૂલી સાધનરૂપ જીવનમાં જ અટવાઈ ગયા. જ્યારે પ્રશ્ન આવે કે કેમ આટલા બધા શરીરસેવામાં અને કંચન-કુટુંબની સેવામાં ગયા છે? ત્યારે શું કહે છે? એ જ કે શરીરમાદ્ય ખલુ ધમ. સાધનમ-શરીર વગેરે બધું સરખું હશે તે ધર્મની સાધના થઈ શકશે.” આ ઉત્તર શાના જે છે? પેલે ગમાર છોકરો બાપને કહે, કે ૫ણ આ દુકાન સુષડ, માલ વેલો, અને ઘરાક સાથે વાતની મિઠાશ બરાબર હશે, તે વેપાર અને કમાણી થશે ને?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org