________________
શ્રી સમરાદિત્ય ૦ યશધરમુનિ ચરિત્ર * પ્ર–આજથી પચ્ચીસ વર્ષ પૂર્વે જે રીતે અમારાથી નવકારસ્મરણ આ ધર્મસાધનાઓ થતી, ને એવી ને એવી રીતે જ થાચ છે, એમાં બહુ સુધારે નથી થયે, રપ-રપ ષષ થવા છતાં તન્મયતા, એકાકારતા, એને યોગ્યલેશ્યા અધ્યવસાય, સ્થિરચિત્તતા, વગેરે બહુ ઓછું દેખાય છે, તો એ સુધારે ન થવાનું શું કારણ?
ઉ–આ કારણે સમજવા માટે તે અનેક વસ્તુઓ વિચારવી પડે, પરંતુ અહીં એક સારે ઉગી મુદ્દો વિચારીશું. તે એ છે કે સાધ્ય-સાધનને વિવેક નથી; એ તરફ કેઈ લક્ષ નથી-એની આ વિચારણા આ રીતે કરાય. માનવજીવન સાધન છેઃ કેનું? ધર્મઆરાધનાનું -
મનુષ્યજીવન શા માટે? જન્મ જન્મના ફેરા ટાળનારા ધર્મની સાધના માટે. આને અર્થ એ થયો કે મનુષયજીવન એક સાધન, અને ધર્મસાધના એનું સાધ્ય છે. આને ખરેખર માનતા હોઈએ તો સાધ્યને ભૂલીને એકલા સાધનમાં ન અટવાઈ જઈએ. ધર્મસાધનાને ભૂલી કે ગૌણ બનાવી અને પાન ખાનપાન વગેરેના જીવનને જ મુખ્ય ન બનાવી બેસીએ. આ બધું જીવન તે સાધન છે, પણ ધનપાન-ખાનપાનાનું સાધન નહિ, કિન્તુ ધર્મ આરાધનાનું સાધન; એટલે આ જીવન ધમ-આરાધના રૂપી સાધ્ય સિદ્ધ કરવા માટે જીવીએ. એના બદલે કમાવું અને જોગવવું એ જ સાધ્ય બની જાય તે પશુછવનમાં ને માનવજીવનમાં ફરક ક્યાં રો ?
વેપારી દુકાન ખોલે છે, શણગારે છે, માલ ભરે છે, સારી રીતે એને ગોઠવે છે...પણ આ બધું કરવામાં જે સમજે છે કે આ બધું સાધન છે, સાધ્ય તો કમાણ છે; તે જ જે વકરે ન થાય, ચા થાય તો ખાસ વળતર ન રહે, તે ભારે ચિંતામાં પડી જાય છે કે મહેનત માથે પડી રહી છે!” ગમાર છોકરાને દુકાનની ગાદીએ બેસાડયે અને છેક દુકાનને શણગાર, માલની આકર્ષક ગોઠવણ, ઘરાકની સાથે મીઠી મીઠી વાતચીત.વગેરેમાં પડી ગયે અને સાંજ પડે કાંઈ વેપાર ન કર્યો, કે પાઈની કમાણી ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org