________________
નવકારમાં જિનશાસન
૭૩
આ ભાવસંકેચની પાયાથી માંડીને ઉપર ઉપર અનેક કક્ષાએ છે. એમ અપુનબંધક અવસ્થાના ભાવથી ઠેઠ વીતરાગ અવસ્થાના ભાવ સુધીના ભાવે પામવાના આવે. એ બધા મોક્ષમાર્ગ છે, મેક્ષ પામવાના ઉપાય છે. માટે કહેવાય કે નમસ્કારમાં મેક્ષમાગ છે. (૨) પંચ પરમેષ્ઠીમાં તત્વજ્ઞાન છે તે આ રીતે, –
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચનું સ્વરૂપ વિચારવામાં જીવ, અજીવ આદિ તની વિચારણા જરૂરી બને છે. દા. ત. સાધુ સૂક્ષ્મ-આદર જીની હિંસાથી ત્રિવિધત્રિવિધ વિરામ પામેલા છે, તે તે છ કયા કયા, એની સમજ કરવી જ પડે. એમ સાધુ આવના ત્યાગી અને સંવરના ઉપાસક છે, એમાં આશ્રય-સંવર તત્વની સમજ આવે. સાધુમાં જ્ઞાનાચારાદિ પંચાચાર છે. એમાં તપાચાર આવ્યું એ નિજ રા તત્ત્વ આવ્યું. સિદ્ધ ભગવાન મેક્ષ પામેલા છે, ત્યાં મેક્ષ તત્ત્વની સમજ આવી. એમ એમનામાં આઠ કર્મના ક્ષયથી આઠ ગુણ પ્રગટ થયેલા છે, તે ત્યાં આઠેય કમી, એને બંધ, વગેરે બંધ તવાદિનું સ્વરૂપ સમજવાનું આવે. ટુંકમાં પાંચેય પરમેષ્ટીની ઓળખમાં તેની ઓળખ આવે.
એટલે કહેવાય કે
નવકાર મંત્રમાં જિનશાસનનું હાર્દ જે મોક્ષમાર્ગ અને તત્વજ્ઞાન, તે સમાયેલું છે. માટે
નવકાર એ જિનશાસનનેસાર છે.
એવા મહાસાર રૂપ નવકારની આરાધના મળે એ કેટલો મહાન ભાગ્યોદય! તે એની આરાધના કેવા દિલે, કેવી પદ્ધતિથી અને કેટલીવાર થવી જોઈએ ?'
અહીં એ જુએ કે આપણે ફરિયાદ કરીએ છીએ કે પ્ર–નવકાર કે બીજી ધર્મક્રિયામાં મને કેમ સ્થિર રહેતું નથી? અથવા પ્રશ્ન એ છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org