________________
નવકારમાં જિનશાસન :
માનવભવ ધર્મનું સાધન મહાજ્ઞાની ભગવતે નવકારમંત્રને જિનશાસનને સાર કહે છે. શાથી? જિનશાસનમાં મુખ્ય બે વસ્તુઓ છે, મૃતધર્મ અને ચારિત્રધર્મ; બીજા શબ્દોમાં કહીએ તે તત્વજ્ઞાન ને મેક્ષમાર્ગ. જિનેશ્વર ભગવાન ધર્મના દાતા છે, એટલે કે આ બે પ્રકારના ધર્મનું દાન કરનારા શાસન (ઉપદેશ) કરનારા છે. માટે જિનશાસનને સાર મેક્ષમાગ અને તત્વજ્ઞાન. નવકાર એટલે પરમેષ્ઠી નમસ્કાર. એમાં આ બે સમાવિષ્ટ છે; નમસ્કારમાં મેક્ષ માગે છે, પરમેષ્ટીમાં તત્વજ્ઞાન છે. નમસ્કારમાં મોક્ષમાર્ગ આ રીતે –
નમસ્કાર કરવામાં બે વસ્તુઓ કરવી પડે છે, ૧. દ્રવ્યસકેચ અને ૨. ભાવસંકેચ. દ્રવ્ય સંકોચમાં, –
શરીરના અવય, ઈન્દ્રિયે અને મન રૂપી કને સંચ કરવાનું હોય છે. અવયને સંકોચ એટલે એને બીજી ત્રીજી હીલચાલ કે અવસ્થાનમાંથી સંકેચી અમુક ચક્કસ સ્થિતિમાં સ્થિર રાખવા. દા.ત. મસ્તક જરા નમેલું રાખવાનું, હાથ અંજલિ જેડી સુખની આગળ રાખવા, ચક્ષુ નમસ્કરણીય પરમેષ્ઠી પર લગાવવી, બેઠા હોઈએ, ત્યારે આગળ બે ઢીંચણ અને પાછળ બે પગનાં આંગળાં જમીનને અડે, અથવા ઊભા હોઈએ ત્યારે બે પગની વચમાં આંતરૂ આગળ ચાર આંગળ અને પાછળ ચાર આંગળથી ઓછું રહે. મન નામરકાર ક્યિામાં જ સ્થિર રહે. આ બધે દ્રવ્ય-સંકેચ કહેવાય. ભાવસંકેચમાં –
હૃદયના ભાવને બહાર વિષય વગેરે પરથી સંકોચી નમસ્કણય પર સ્થાપિત કરવાને; અથવા રાગ-દ્વેષ-મેહ-મદ-મત્સર વગેરે અશુભ ભાવેને સંકેચ કરી શુભ ભાવમાં આવવાનું, નમસકાર સંબંધી શુભભાવ જાગ્રત રાખવાને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org