________________
૭૬.
શ્રી સમરાદિત્ય યશધરમુનિ ચરિત્ર એના જે ઉત્તર છે, ઉડાઉ ઉત્તર છે, સાધ્યની ચિંતા વિનાની વાત છે.
સાધ્ય માટે જ સાધન—એ જે બરાબર હૈયે અંકિત થઈ ગયું હોય, તે સાધન ઊભું કરવા સાથે જ ચિંતા રહે કે સભ્ય સધાતું આવે છે ને?”
(૧) ચૂલે ચાલુ કર્યા પછી ઉપર તરત તપેલી વગેરે ચડાવાય છે.
(૨) સારો નિશાળિયે નિશાળે જઈ જુએ જ છે કે, “આજે કઈ જ્ઞાન મળે છે કે નહિ? માસ્તર ખાલી વાતો કરી જાય તો દહાડે નિષ્ફળ માને છે.
(૩) વૈદ-ડાકટરની દવા ખાતાં જોવાય જ છે કે રેગ ઓછો થયેને?” ના, ૮-૮ દિવસ થયા ફેર નથી દેખાતે, તે તરત થાય છે કે “આ દવા મૂકી દે.”
(૪) કરને ખવરાવે, પગાર આપે, પણ બરાબર યાન રાખો છો કે એ કામ આપે છે ને ?'
આ બધે સાધનની અગત્ય માની સાધન ઊભું કરાય છે ખરૂં, પરંતુ સાધ્ય માટે સાધન એ બરાબર લક્ષમાં રાખીને એમ અહીં “આ જીવન, શરીર, ખાનપાન કમાઈ વગેરે હશે તે ધર્મ થશે, એમ બેલે ત્યાં, કહે છે, પાકું લક્ષ છે ને કે એ બધું ય સાધ્ય માટે જ છે, તે મુખ્ય કામ સાથે ધર્મ કર્યો જવાનું રાખું?”
ધર્મ કરવામાં જ્યાં ઓછપ રહી ત્યાં ખેદ થય ને? નિસાસો પડયે ને “હાય! આ જીવન અને શરીર-પષણ નકામું ગયું!' સાધ્ય ન સધાયાને સંતાપ -
એવું થયા કરે છે ખરું કે “અરે! (૧) આ ધનથી દાન ન થયું? ધન દેવ-ગુરુના ચરણે ન ગયું? ધન કમાવું માથે પડયું! (૨) પ્રતિકમણુ-સામાયિક ન થયું, શરીરને ખવરાવેલું ફેગટ ગયું!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org