________________
વિવેક? સ્ત્રી જાતની ઓળખ
६७
જમીનદોસ્ત કરે છે. ત્યારે આવા ક્ષણભંગુર સ્નેહમાં માણસ શું તણ હશે? એવા સ્નેહને જગાડવા-જાળવવા અને વધારવા માટે શું જોઈને જીવનભર શ્રમ કરી કરી પૂર્વના પુણ્યસંચયની ખુવારી અને મેંઘેરી માનવજીવનની તકની બરબાદી કરતા હશે ? એક નેહરાને મચક ન આપે તો અમૂલ્ય પુણ્યધન અને માનવસમયશક્તિઓને પરમાત્માના ચરણે ધરી સાર્થક કરી દેવા ભાગ્યશાળી થાય.” સ્ત્રી જાતિની વિવિધ ઓળખ –
મુનિ મહાત્મા ધનકુમારને કહે છે, કે હું ત્યાંથી ઊઠીને શ:ચનઘરમાં આવી ગયું અને પલંગ પર પડયે પડયે વિચાર કરવા લાગ્યું કે,
અહો! આ જગતમાં સ્ત્રી એ કેવી વિચિત્ર વસ્તુ છે! વિષવેલડીને તો ઊગવા માટે જમીન જોઈએ, એ ભૂમિમાંથી ઊગી-વધી દેખાય છે ત્યારે સ્ત્રીરૂપી વિષવેલડી તો વિના ભૂમિ ઊગેલી નજરે ચઢે છે. આ વિલક્ષણ વિષવેલડી પણ કેવી? કેટલાય ભલે સુધી એની વિષમય અસર પહોંચાડે એવી! અને એની અસરમાં બધું જ સક્તવ્ય-સવિચારણ-સદ્વાણનું ચૈતન્ય સાવ નષ્ટ ભ્રષ્ટ!
હે મહાભાગ! વિષવેલડી જ શું, સ્ત્રી એ નવીન જાતની ઉલ્કા છે, ઝાળ છે, કેમકે વિના અગ્નિ એ પ્રગટેલી છે! એ ધીખતી જ્વાલામાં ભલભલા રણોદ્ધાઓ પણ એક પતંગિયાની જેમ આકર્ષાઈ એની આસપાસ ઘુમી ઘુમીને અંતે બળીને ખાખ થઈ જાય છે!
વળી, હે નરેમ! તુ એ , કે આ સ્ત્રી એ કઈ ભેજન નથી કે એને ખાઇએ તે જ અજીર્ણ થાય, એ તે સહજ અજીર્ણ છે. બસ, એનું ચિંતન માત્ર કરે, એના ઉપર રૂચિ-અભિલાષા કરે અને આત્મામાં અજીર્ણ ઉભું થાય પછી એમાં ધર્મ અંગ તૂટે, ગંદા વિચારના એડકાર આવે, ઉન્મત્તતાનું પેટ ફૂલે, ઘેલા બેલના વા-સંચાર થયા કરે, શુભ પરિણતિની ધાતુઓ વિકૃત થઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org