________________
પ૬
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર
સમપીએ તેય ઓછું છે; છતાં કામમાં કમ કંઈને કંઈ મારે મારું એમની ભક્તિમાં અપવું જ જોઈએ, તે જ એ પરમ ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા, એ અનંતગુણના ગુણેને અનુરાગ, અને એ અનંત કલ્યાણકરનું શરણુચહણ સાથક કર્યું ગણાય. રેજ જાત અને કુટુંબનું ભરણું કરવામાં તે ખાનપાન ને કપડાંલત્તા બધું મળે છે, પણ અહંદભક્તિ માટે કશું નથી દેવું, તો ત્યાં કૃતજ્ઞતા, ગુણાનુરાગ, અને શરણ સ્વીકાર શા રહ્યા?પછી સમ્યક્દર્શન શી રીતે આવે, ટકે અને દીપે ?
બસ, માનવજીવનના ઉચ્ચ કર્તવ્યને કેઈનિર્ધાર નથી, એટલે જીવનમાં નિયમિત અને અધિકાધિક ગુણવૃદ્ધિ-ધમવૃદ્ધિ થતી નથી. પ્રભાતે ઉઠતાંવેત પરમાત્માનું, પંચ પરમેષ્ઠીનું નામસ્મરણ અને નમસ્કાર શા માટે છે? મહાગુણભંડારને વહેલી સવારે સમરીએ, એટલે જાતમાં એ ગુણ મેળવવાની તાલાવેલી જાગે. એ જાગે એટલે મહાન ગુણે -વીતરાગ દશા, નિષ્કામતા, અનાસક્ત પણું, અહિંસા-સત્ય-અસ્તેય બહાચય–અપરિગ્રહ, ઉચ્ચ ક્ષમામૃતાદિ, સમતા-સમાધિ-સહિષ્ણુતા, સવ મૈત્રી, મહાકણ વગેરે અનેકાનેક મહાગુણેની અપેક્ષાએ કમમાં કમ અ૫ ગુણેને પ્રયત્ન તે જરૂર કરાય.
ત્યારે શું એમ લાગે છે કે પરમાત્માના ગુણેનું સ્મરણ-અનુરાગ અને એ આદશથી લેશ પણ ગુણને પ્રયત્ન કર્યા વિના જ ઉદ્ધાર થઈ જશે? પ્રભુને યાદ કરતાં પ્રભુનું દર્શન કરતાં કઈ ગુણાનુરાગ અને પ્રાથના પણ નહિ હોય તો ય શું તરી જવાશે? એક નવકારમંત્રનું સ્મરણ કરતાં પણ આ જોઈશે કે આપણે એમાં જે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ, ત્યાં એમના ગુણેની અનુમોદના અને ગુણેની પ્રાર્થના સાથે રાખીએ.
નમસ્કાર કર્યો સાચે ત્યારે કહેવાય કે નમસ્કરણયની ઉચ્ચતા પર સદ્દભાવ હોય, બહુમાન હોય.
અહીં નમસ્કરણીય પંચ પરમેષ્ઠીમાં ઉચ્ચ ગુણે છે એના પર સદ્દભાવ-અહુમાન જોઈએ જ, સાથે એની પ્રાથનાય જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org