________________
૫૪
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર
પિતે બેઠી થઈ! પલંગ પરથી ઊઠીને હાર તરફ ધીરે પગલે જવા લાગી ત્યાં રાજાએ આંખ ખેલી જુએ છે તે રાણું દરવાજો ખેલીને બહાર નીકળે છે! મુનિ કહે છે, મને વિચાર આવે, અરે ! અકાળે બારણું ઉઘાડી આ કયાં જાય છે? સ્ત્રી જાત છે; અત્યારે જવાને અવસર નથી તો તે ક્યાં જાય છે? ના, ના, જરૂર આને ચારિત્રની ભાવના તો થઈ પણ વિહળ અને કાયર બનેલા એના હૃદયે મારા વિયેગની વાત મંજુર ન કરી! માટે નથી ને તે આત્મહત્યા કરવા જતી હશે! શી રીતે આત્મહત્યા કરે! ફાંસો ખાઈને. માટે મારે હમણાં ને હમણાં તલવાર લઇને જવું જોઈએ! ફાસો કાપીને માટે તેને બચાવી લેવી જોઈએ, ને સમજાવી લેવી જોઈએ
આવા આવા તરંગે સુરેન્દ્રદત્તની મનોભૂમિમાં પસાર થવા લાગ્યા, ત્યારે ત્યાં વસ્તુસ્થિતિ જુદી જ હતી! એમાં રાજા ભૂલ પડે છે. - જે જે ભાવના તે ઉચી વૈરાગ્યની કરી, પરંતુ એના પ્રતિસ્પધી દરેક તત્વને બરાબર ઓળખી લઈએના પ્રત્યેનાં આકર્ષણ હૃદય પરથી ઉતારી ન નાખ્યાં અને થયેલી સારી ભાવના પછીનું એકમાત્ર કતવ્ય નક્કી ન કરી લીધું, તો ભાવના ઠેકાણે પડી જતાં વાર નહિ લાગે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org