________________
પર
શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર
કોઈને વળી એમ થાય કે ભલું એ પ્રભાત! પ્રકાશ મત્યે ! પણ તેના પર સંતોષ વાળીને બેસી ન રહેતા. એ ચપટીમાં ઊડી જવાનું! એક જ દિવસમાં સૂર્યના કેવા રંગ? અને અંતે? તદ્દન અસ્ત! મડદાની આગળ હાંડલી ખોખરી શા માટે? આખી ન ચાલે? ચાલે, પણ દેખાડવા માટે કે જગતનું પરિણામ આખર ખોખરી હાંડલી સાર છે! કહે, જાગ્રત થવા માટે આ બધું શું કમ છે? અહી મળેલા કિંમતી મનને સદુપયેગ આ વિચારવામાં કરાય તે ડગલે પગલે જાગૃતિ મળે.
સુરેન્દ્રદત્તનું સાંજના મંગળપાઠકના બેલ ઉપર મન કામ કરતુ થઈ જાય છે. એ જાત બને છે, વિચારે છે, કે અરે! આ શું કરી રહ્યો છે ? આ મેટા સૂર્યની પણ એક જ દિવસમાં આવી અવસ્થા ! આટલી અવસ્થાઓ! એને પણ મધ્યાહે વિશ્વપ્રકાશી ઝગમગાટ અનુભવ્યા પછી એ જ સાંજે તદન અસ્ત અનુભવો પડે? ત્યારે બીજાનાં શાં લેખાં? ધિક્કાર છે આ જગતના જીવનને કે જ્યાં ઊંચે ચઢયા પછી અહ૫ કાળમાં નીચે પટકાયું પડે છે ! એવા જીવનને પામી હું ક્યાં ઊંઘમાં ઊંધું છું! કેના ભરેસે, કયા વિશ્વાસે બેઠે છું ?' મહેલની ઝાકઝમાળતા :
યધરમુનિ ધનકુમારને કહે છે, કે “હું સુરેન્દ્રદત્ત ત્યાં વિરકત ચિત્તે કેટલોક સમય સભામંડપમાં પસાર કરી ઊયે. સયા થઈ ગઈ હતી. ચંદ્રની સ્નાએ વિશ્વઘર ઝગમગાવી દીધું હતું! મદભરી સ્ત્રી જાતે કામદેવના પ્રસાર શરૂ કરી દીધા હતા! એવા અવસરે હું પ્રિયા નયનાવલિના વાસભવનમાં પહોંચે. આહાહા! મને તો હવે લગની લાગી હતી વરાગ્યની; ત્યારે આ મહેલ મણિરત્ન જડેલા મંગળદીપકેથી ઝાકઝમાળ હતે ! ભૂમિતલ છુટા મૂકેલા સુગંધદાર પુષ્પપુજથી વ્યાપ્ત હતું! ઉજ્જવલ રત્નજડિત ભીતે જાડા કસ્તૂરીલેપથી લીધેલી હતી સુવણસ્તાએ નવવધૂની જેમ દેવદુષે પાંગરેલા હતા! ઉપર સફેદ ચિત્રવિચિત્ર વસેના ચંદરવા શે.ભી રહ્યા હતા! વચમાં પરવાળાના જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org